અમેરિકાના કોલોરાડોના મોલમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ

એક પોલીસકર્મી સહિત 6ના મૃત્યુ, અનેક લોકો ઈજાગ્રસ્ત
ગોળીબાર કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો
દ વૉલ સ્ટ્રીટ જર્નલે પોલીસ અધિકારીઓના હવાલાથી માહિતી આપી છે. એક શખ્સ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. જેમાં પોલીસ અધિકારી સહિત 6 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મૃતકોની સંખ્યા પણ વધવાની સંભાવના છે.
પોલીસે જણાવ્યું કે, શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસને હજુ સુધી એ જાણ નથી થઇ કે આરોપીએ ફાયરિંગ શા માટે કર્યું. પોલીસે કહ્યું કે, તેઓ પણ આ મામલે તપાસમાં લાગી છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
