MPના ગ્વાલિયરમાં મંગલવારે સવારે ઓટો રિક્ષા અને બસ વચ્ચે અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ઓટો રિક્ષાનો ડ્રાઇવર અને તેમાં બેઠેલી 12 મહિલાઓનો સમાવેશ છે. તમામ મહિલાઓ આંગણવાડીમાં સ્કૂલનાં બાળકો માટે રસોઇ બનાવી પરત ફરી રહી હતી. અકસ્માતમાં 9 મહિલા અને ઓટો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્ત અન્ય ત્રણ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પણ મૃત જાહેર કરવામાં આવી હતી.

અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓટો ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, ત્યારે બસ મુરેનાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. અકસ્માત આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે સર્જાયો હતો.

કાળે બધી જ મહિલાઓને એક જ રિક્ષામાં સમાવી હતી
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર તમામ 12 મહિલાઓ બે ઓટોથી પરત ફરી રહી હતી. રસ્તામાં એક ઓટો રિક્ષા બગડી હતી, બાદમાં તેમાં બેઠેલી મહિલાઓ સાથે આવી રહેલ અન્ય બીજી ઓટો રિક્ષામાં બેસી ગઈ હતી. તેમણે નક્કી કર્યું હતું કે તે જૂની છાવણીથી બીજી ઓટો રિક્ષા કરી લઈશું. પરંતુ કદાચ મૃત્યુએ જ તેમને એક ઓટો રિક્ષામાં સમાવી દીધી હતી.મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારને રૂ .4-4 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે.

બસ મુરેનાથી ગ્વાલિયર આવી રહી હતી. તેમાં સવાર કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે.

વધુ અપડેટ કરી રહ્યા છીએ…

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.