Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:રોજના કાર્યો

સાથે જ થોડો સમય પોતાને શ્રેષ્ઠ

અને મનની શાંતિ માટે પણ

કાઢવો જોઇએ

વાર્તા– ગૌતમ બુદ્ધના એક શિષ્ય હતાં. તેઓ બુદ્ધ સાથે જ રહેતા હતાં. તેમનો સ્વભાવ ખૂબ જ ભોળો હતો. એક દિવસ બુદ્ધે વિચાર્યું કે ચલો આજે આ વૃદ્ધ સરળ વ્યક્તિ સાથે વાત કરીએ.

બુદ્ધે તે વૃદ્ધ શિષ્યને પૂછ્યું, તમારું આયુષ્ય કેટલું હશે?

વૃદ્ધ વ્યક્તિએ ઉત્તર આપ્યો, કદાચ સીત્તેર વર્ષ

બુદ્ધ હસ્યા અને કહ્યું, નહીં, તમે સાચી ઉંમર જણાવી રહ્યા નથી.

આ સાંભળીને વૃદ્ધ વ્યક્તિ પરેશાન થઇ ગયો. તે જાણતો હતો કે બુદ્ધ કારણ વિના કશું જ કહેતા નથી અને જો બુદ્ધ કશુંક જણાવી રહ્યા છે તો કોઇ ખાસ વાત હશે. તેણે ફરી બુદ્ધને કહ્યું, હું મારી ઉંમર ખોટી જણાવી રહ્યો નથી. મારા વાળ સફેદ થઇ ગયા છે, દાંત પડી ગયા છે. મારા પૌત્ર-પૌત્રી છે. હું સીત્તેર વર્ષનો જ છું. મારું આખું જીવન જે ઉંમર પ્રમાણે વિત્યું છે, તે આ જ છે. પરંતુ તમને શું લાગે છે, મારી ઉંમર શું છે?

બુદ્ધે કહ્યું, તમારી ઉંમર એક વર્ષ છે.

આ વાત સાંભળીને વૃદ્ધ વ્યક્તિ વધારે પરેશાન થઇ ગયો. તેણે કહ્યું, તમે આવું કેમ કરી રહ્યા છો?

બુદ્ધ બોલ્યા, સત્ય તો એ જ છે કે તમે જે ઓગણ સિતેર વર્ષ દુનિયાદાસીમાં પસાર કર્યા છે, તે બેકાર જ છે. જ્યારે તમે ધર્મને શોધવાનું શરૂ કર્યું, જ્યારે તમે પૂર્ણ રૂપથી સદાચારી થયાં, જ્યારે તમે આત્માની યાત્રા કરી, જ્યારે તમે ધ્યાન તરફ આગળ વધ્યા, તેને તો માત્ર એક જ વર્ષ થયું છે. એટલે તમારું આયુષ્ય એક વર્ષનું માનવામાં આવે છે.

બોધપાઠ– તમારી ઉંમરનો એક-એક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરો. આપણી જે પણ ઉંમર છે, તેમાંથી મોટાભાગનો સમય તો આપણે વ્યર્થના કાર્યોમાં ખરાબ કરી દઇએ છીએ. બુદ્ધનો સંકેત છે કે જ્યારે આપણે આપણી ઉંમર અંગે વિચારીએ છીએ ત્યારે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે કેટલો સમય આપણે સદાચાર, પરમાત્માનું ધ્યાન, ધર્મ-કર્મના કાર્યોમાં પસાર કર્યું છે. કાયદાથી તે જ સમય આપણી સાચી ઉંમર છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.