મહેબૂબા મુફ્તી જ્યારે ભાજપાના સમર્થનથી જમ્મુ-કાશ્મીરના સી.એમ. હતા તેમણે કહ્યું હતું કે સિંધુ જળ સંધિથી રાજ્યને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને કેન્દ્રએ તેની ભરપાઈ માટે કદમ ઉઠાવવા જોઈએ.

પાકિસ્તાનના આઠ અધિકારી ભારત આવ્યા છે. આગામી બે દિવસ એ બધા દિલ્હીમાં રહેશે. સોમવારે વાઘા-અટારી બોર્ડરથી આ તમામ ભારત પહોંચ્યા. તમામ સિંધુ જળ આયોગની વાર્ષિક બેઠકમાં સામેલ થશે. ઓગસ્ટ 2018 પછી આ બેઠક યોજાઈ નથી. પાકિસ્તાની દળની આગેવાની ત્યાંના જળ કમિશનર સૈયદ મેહર અલી શાહ કરી રહ્યા છે. જ્યારે, ભારતીય દળની આગેવાની પ્રદીપ કુમાર સક્સેના કરશે.
- સિંધુ જળ સમજૂતી શું છે?
- આ સમજૂતીનું શું મહત્વ છે?
આ વખતની બેઠકમાં પાકિસ્તાન કયા મુદ્દા ઉઠાવી શકે છે? પુલવામા હુમલા પછી પાકિસ્તાનનું પાણી રોકવાની વાત કરનાર ભારત આ બેઠકને શા માટે આયોજિત કરી રહ્યું છે? આવો સમજીએ છીએ…
1960માં ભારત-પાકિસ્તાન વચ્ચે 6 નદીઓનાં પાણીની વહેંચણી અંગે થઈ હતી સમજૂતી
1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીઓનું પાણી વહેંચવા અંગે એક સમજૂતી થઈ હતી, જેને સિંધુ જળ સંધિ કહે છે. વર્લ્ડ બેંકની પહેલ પછી લગભગ 9 વર્ષ ચાલેલી વાતચીત પછી આ સમજૂતી થઈ હતી. 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં એ સિંધુ નદી ખીણ સમજૂતી પર હસ્તાક્ષર થયા, જેમાં છ નદીઓના પાણીના ઉપયોગનું વિભાજન થયું.
સમજૂતીમાં સિંધુ નદી ખીણની નદીઓને પૂર્વીય અને પશ્ચિમી નદીઓમાં વહેંચવામાં આવી. તેમાં બ્યાસ, રાવી અને સતલજને પૂર્વીય નદીઓ માનવામાં આવી અને તેમનું પાણી પાકિસ્તાન માટે નિશ્ચિત કરવામાં આવ્યું.
સમજૂતી પ્રમાણે ભારત પૂર્વીય નદીઓનું પાણી કોઈ રોકટોક વિના સંપૂર્ણપણે ઉપયોગમાં લઈ શકે છે. જ્યારે, પશ્ચિમી નદીઓનાં ઉપયોગનો પણ ભારતને સીમિત અધિકાર આપવામાં આવ્યો. ભારત આ નદીઓના પાણીનો કુલ 20% હિસ્સો રોકી શકાય છે. ભારત ઈચ્છે તો આ નદીઓ પર હાઈડ્રો પાવર પ્રોજેક્ટ બનાવી શકે છે પરંતુ તેને રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ જ બનાવવાના હશે. એટલે કે, આ માટે પાણીને રોકી ન શકાય. તેની સાથે જ આ પાણીનો ઉપયોગ ખેતી માટે પણ કરી શકે છે.
પાકિસ્તાનની 2.6 કરોડ એકર જમીનની સિંચાઈ આ જ નદીઓનાં પાણીથી
પાકિસ્તાન માટે સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીઓ લાઈફલાઈન છે. પાણીની આવશ્યકતાઓ માટે પાકિસ્તાન આ નદીઓ ખાસ કરીને સિંધુ પર ખૂબ નિર્ભર છે, પરંતુ આ ત્રણેય નદીઓ પાકિસ્તાનથી શરૂ થાય છે. ચેનાબ અને ઝેલમનું ઉદ્ગમ ભારતમાં છે તો સિંધુ ચીનથી નીકળીને ભારતના માર્ગે પાકિસ્તાન પહોંચે છે. પાકિસ્તાનના બે તૃતિયાંશ હિસ્સામાં સિંધુ અને તેની સહાયક નદીઓ છે.
પાકિસ્તાનની 2.6 કરોડ એકર જમીનની સિંચાઈ આ નદીઓથી જ થઈ છે. જો ભારત પાણી રોકી દે તો પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ આવશે.
આ વખતની બેઠકમાં પાકિસ્તાન કયા મુદ્દા ઉઠાવી શકે છે?
પકાલ ડલ અને લોઅર કલનઈ જળવીજળી પ્લાન્ટની ડિઝાઈન અંગે વિરોધ નોંધાવશે. શુક્રવારે પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા જાહિદ ચૌધરીએ તેનું એલાન કર્યુ હતું. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટ્યા પછી આ પ્રથમ બેઠક છે. આ દરમિયાન ભારતે લદાખમાં અનેક પાવર પ્રોજેક્ટ શરૂ કર્યા છે. તેમાં લેહ માટે દુર્બુક શ્યોક (19 મેગાવોટ), શાંકુ (18.5 મેગાવોટ), નિમૂ ચિલિંગ (24 મેગાવોટ), રોંગડુ (12 મેગાવોટ), રતન નાગ (10.5 મેગાવોટ), જ્યારે કારગિલ માટે મંગદુમ સંગ્રા (19 મેગાવોટ), કારગિલ હુંદેરમન (25 મેગાવોટ) અને તમાશા (12 મેગાવોટ) પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. સિંધુ સમજૂતી અનુસાર ભારત આ તમામ પ્રોજેક્ટસની જાણકારી આપી ચૂક્યું છે. બે દિવસની બેઠક દરમિયાન આ પ્રોજેક્ટ્સ પર પણ વિસ્તારથી ચર્ચા થઈ શકે છે.
આપણે પુલવામા હુમલા પછી પાકિસ્તાનનું પાણી રોકવાની વાત કરી રહ્યા હતા તો આ બેઠક કેમ?
મહેબૂબા મુફ્તી જ્યારે ભાજપાના સમર્થનથી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા તેમણે કહ્યું હતું કે સિંધુ જળ સંધિથી રાજ્યને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને કેન્દ્રએ તેની ભરપાઈ માટે કદમ ઉઠાવવા જોઈએ.
પુલવામા આતંકી હુમલા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારત બંધ બનાવીને અને નદીઓને ડાઈવર્ટ કરીને પાકિસ્તાન જતા પોતાના હિસ્સાના પાણીને રોકશે. સપ્ટેમ્બર 2019માં જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ આ પ્રકારની વાત કહી.
જ્યાં સુધી સમજૂતી તોડવાની વાત છે તો આ અંગે એક્સપર્ટ્સ કહે છે કે બંને દેશોમાંથી કોઈપણ આ સમજૂતી નહીં તોડવાનો એકતરફી નિર્ણય ન લઈ શકે. બંનેએ મળીને જ તેમાં ફેરફાર કરવાનો રહેશે અથવા એક નવી સમજૂતી કરવી પડશે. જ્યારે, કેટલાક અન્ય એક્સપર્ટ કહે છે કે આ સમજૂતી વર્લ્ડ બેંકની પહેલ પર થઈ હતી. એવામાં જો ભારત તેને તોડે છે તો પાકિસ્તાન સૌથી પહેલા વર્લ્ડ બેંકની પાસે જશે અને ભારત પર આમ ન કરવાનું દબાણ વધશે.
વિદેશ નીતિની કૂટનીતિ અનુસારની સહભાગિતાઓને જોઈને ભારતે આ બેઠકનું આયોજન કર્યુ છે. 2020માં પણ ભારતે કોરોના સંકટ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગની પહેલ કરી હતી પરંતુ પાકિસ્તાન આમનેસામને બેઠક કરવા જીદ કરતું હતું, આ કારણથી આ બેઠક યોજાઈ શકી નહોતી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
