ગુજરાતને તો વર્ષો પહેલાથી જનતા કરફયુનો અનુભવ રહ્યો છે. વિવિધ પ્રજાકિય આંદોલન વખતે વિપક્ષ ભાજપ દ્વારા અને આંદોલન કરનારાઓ દ્વારા સરકારની સામે વિરોધ દર્શાવવા જનતા કરફ્યુ જાહેર કરાતો. જનતા કરફયુ એટલે સ્વૈચ્છિક બંધ. લોકો પોતાની જાતે બંધ પાળે. સરકાર દ્વારા જે બંધ રખાવવામાં આવે તે સરકારી કરફ્યુ. કરફયુ અંગ્રેજી શબ્દ છે. જેનો તરજુમો થાય છે-સંચારબંધી. આવાજાહી બંધ. કોઇ ઘરની બહાર ના નિકળે, જાહેર અવરજવર બંધ.

ગયા વર્ષે 2020માં, 22 માર્ચના રોજ જ્યારે દેશમાં ‘જનતા કર્ફ્યૂ’ લગાવવામાં આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફયુનો ઉલ્લેખ કરતી વખતે ગુજરાતને પણ યાદ કર્યુ હતું. એક રીતે જઇએ તો 22 માર્ચનો એ એક દિવસનો જનતા કરફયુ તે પછી આવનાર લાંબા લોકડાઉનનું રિહર્સલ હતું. કેમ કે 22 માર્ચની આસપાસ એટલે કે 20 માર્ચના રોજ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારના પતન બાદ 22મીએ જનતા કરફયુ અને 24મી માર્ચના રોજ વડાપ્રધાન ફરી દેશ સમક્ષ આવ્યાં ટીવી દ્વારા અને 25 માર્ચથી 21 દિવસનું લોકડાઉન…..!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફયુના દિવસે દેશના લોકોને તે વખતના નવાસવા ચેપીરોગ કોરોનાના સંક્રમણથી બચવા સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઘરની અંદર જ રહેવા માટેની સલાહ આપી હતી. પણ 21 દિવસના લોકડાઉનમાં તો બંધ…બંધ…બંધ…સબકુછ બંધ…!! પૂરા દેશ માનો થંભ સા ગયા…દેશ હી નહીં માનો જિંદગી થમ સી ગઇ…!

લોકો લાગ્યું કે ચાલો 21 દિવસ જ છે ને…21 દિવસ પછી તો ફરી મોજ-મજા-મસ્તી અને મિટતી નહીં હમારી હસ્તી…નો માહૌલ થઇ જશે પણ કોરોનાએ તો ભારત માટે કંઇક અલગ જ વિચાર્યું હતું. પહેલા લોકડાઉનનો સમયગાળો પૂરો થાય તે પહેલા બીજી જાહેરાત…ઔર ફિર લોકડાઉન કા યે સિલસિલા.. યે કારવાં..બંજારો કે કાફિલે કી તરહ આગે બઢતા ગયા..ઇલાસ્ટિક રબ્બરની જેમ લંબાતો ગયો ખેંચાતો ગયો અને છેક જૂન સુધી ડાઉન અને લોકડાઉન…ડાઉન અને લોકડાઉન..!

ગયા વર્ષે આ સમયગાળામાં દેશમાં કોરોના વાયરસના 400 કરતા પણ ઓછા કેસ હતા. હાલમાં 40 હજાર છે. તે સમયે માત્ર 4 દર્દીઓના જ મોત થયા હતા. હાલમાં એક જ દિવસમાં 200 મર્યા છે. આજે દેશમાં સ્થિતિ એકદમ અલગ છે. આજે દેશમાં 24 કલાકમાં 46,000 કરતા વધારે નવા કેસ અને 200થી વધારે દર્દીઓના મોત થઈ રહ્યા છે. ભૂકંપની જેમ લોકો હવે કોરોનાથી પણ ટેવાઇ ગયા હોય તેમ ઘણાંને લાગે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા જ્યાંથી કોરોના આવ્યો કે મોકલવામાં આવ્યો તે ચીનની સાથે મળી ગઇ હોવાના ગંભીર આરોપો તે વખતે રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ( કેટલા દિવસો પછી આ શબ્દ આવ્યો, , નહીં?) દ્વારા કરવામાં આવ્યાં હતા. ચીનના વુહાનથી કોરોનોનો વાઇરસ છૂટો મૂકવામાં આવ્યો જેને હિન્દીવાળા “ચાઇના કી બિમારી” કહે છે.

ચીનના વિડિયોમાં દેખાતુ કે ત્યાંની પોલીસ લોકોને પરાણે ઘરમાં રાખવા બળનો ઉપયોગ કરે છે, ઘરની બહાર પાટિયા ઠોકે છે, ટ્રેનમાંથી ઉતરતાં લોકોને લાકડીઓથી મારે છે અને લોકો હાલતા ચાલતાં જમીન પર ફસડાઇને પડી રહ્યાં છે. આપણને લાગતું કે આ શું…પછી તો ભારતમા પણ એવા જ દ્રશ્યો. ઘરમાં રહો, બહાર ના નિકળો..બહાર નિકળો એને લાકડીઓ વડે દે…દે…!

ચાલી-મહોલ્લા કે સોસાયટીઓમાં ઘૂસીને પોલીસ બળનો ઉપયોગ કરતી હોય તેવા અને કન્ટેઇનમેન્ટ ઝોન માટે સોસાયટીના નાકે પતરાં-પાટિયા ઠોકીને રસ્તો બંધ….ના વિડિયો આપણે જોયા. જાણે ચીનનું પુનરાવર્તન. પુનારાવર્તન તો થયું પણ પરિવર્તન….?

ચીનને પરિવર્તનનીખબર છે અને ચીનમાં બધુ જ રાબેતા મુજબ થઇ ગયું અને આપણે આપણી બેદરકારીને કારણે ફરીથી ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફરતાં ફરતાં હતા ત્યાં ને ત્યાં….! ભારત કઇ રીતે કોરોનીની ચુંગાલમાંથી બહાર આવશે..? ચીનમાં તો કોઇ નાની-મોટી તો શું, પણ ચૂંટણીઓ સાવ ઠામુકી થતી જ નથી. આપણે ત્યાં તો..મૌજા હી મૌજાની જેમ ચૂંટણીઓ જ ચૂંટણીઓ..!! એક પતી એટલે બીજી..

2020 આખુ કોરોના મેં હાથ ધોતે ધોતે…પસાર થઇ ગયો અને 2021માં તો કંઇક સારૂ થશે એમ માનીને શરૂઆત કરી અને રસી પણ આવી ગઇ એટલે ભારતકુમારે માસ્ક પહેરવાનુ છોડીને એવી ઉપેક્ષા કરી કે દેસમાં એક જ દિવસમાં 46 હજાર કેસો નવા નોંધાયા…અને મહારાષ્ટ્રમાં તો….? ઓહો…ત્યાંની તો વાત જ ના થાય. ઇન્સ્પેક્ટર વાઝેનો મામલો વાજતે ગાજતે 100 કરોડની હપ્તાવસૂલી સુધી પહોંચ્યો તો કોરોનો આંકડો પણઁ એક જ દિવસમાં 30 હજાર કેસો પર પહોંચી ગયો…! ધન્ય છે મહારાષ્ટ્રને..

ગુજરાતમાં કેસોની સંખ્યા 1500ની ઉપર જઇ રહી છે. ફરીથી હોસ્પિટલો ભરાવવા લાગી છે. ફરીથી કર્ફ્યુ આવ્યો છે પણ રાત્રિના સમયે. સોશ્યલ મિડિયામાં લોકડાઉનની અફવાઓ પ્રત્યે ધ્યાન નહીં આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી વારંવાર અપીલો કરી રહ્યાં છે. તેમણે લોકોને ખાતરી આપી છે કે અમદાવાદ કે ગુજરાતમાં ફરી લોકડાઉન નહીં આવે, દિવસનો કરફ્યુ નહીં આવે..ધંધો-રોજગાર બંધ નહીં રહે બસ સાવચેત રહો..નિયમોનું પાલન કરો..માસ્ક પહેરો..અને રસી લઇ લો..દવાઇ ભી..કડાઇ ભી…!!

પહેલા લોકડાઉન વખતે વડાપ્રધાને શું કહ્યું હતું યાદ કરો-

જાન હૈ તો જહાન હૈ…જબતક દવાઇ નહીં તબતક ઢિલાઇ નહીં…હવે દવાઇ એટલે રસી આવી ગઇ છે છતાં કડાઇ તો રાખવુ જ પડશે કેમ કે જાન હૈ તો જહાન હૈ..!! કડાઇ નહીં રાખો તો જાનને જહાંપનાહ..પણ બચાવી નહીં શકે. ચાઇના કી બિમારી હૈ. ચલે તો રાત ભર વર્ના સાલો સાલ તક..નિષ્ણાતો કહે છે કે માનવજાતે હવે કોરોનાની સાથે જ જીવવુ પડશે..રહેવુ પડશે..કોરોના ગયો નથી અને જવાનો નથી એમ માનીને તેનાથી બચવાના નિયમો પાળીએ તો ભયો..ભયો…નહીંતર ગયો…ગયો…!!

સરકારે એકવાર તો 20 લાખ કરોડ આપ્યા. કાંઇ વારે ઘડીએ 20-20 લાખ કરોડની સહાય ના મળે હોં ભઇ..!. કેસો વધતાં ઘણાંને નવાઇ એ લાગે છે કે લોકોને ચહેરા પર માસ્ક લગાવવામાં શું વાંધો છે..?! એક માત્ર માસ્ક પહેરશો તો પણ ઘણો બચાવ રહેશે એમ ડોક્ટરો-નિષ્ણાતો-વિશ્વ આરોગ્ય સંસ્થા… સૌ કહી કહીને થાકી ગયા. પણ દિલ હૈ કી માનતા નહીં…!

કોરોનાલાલના આંકડા પણ જોઇ લઇએ…

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1,16,46,081 પર પહોંચી ગયો છે તેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પહોંચી 1,11,51,468 પર.. ભારતમાં હાલ કોરોનાના કુલ મૃત્યુઆંક વધીને 1,59,967 થઈ ગયા છે. દેશમાં લોકડાઉન દરમિયાન સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ હતી પરંતુ જેવી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ તે પછી નવેમ્બર-2020ના સમયમાં કોરોનાના કેસ સૌથી ટોચ પર પહોંચ્યા હતા તે પછી અત્યારે ફરી કોરોનાના કેસમાં રાજાની કુંવરી દિવસે ના વધે એટલી રાત્રે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે..કહેવતની જેમ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે એક વર્ષમાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી છતાં હાલ ચેપ-સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે.

  • પ્રથમ લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થશે, એક વર્ષમાં શું બદલાયું..?
  • 24 કલાકમાં ભારતમાં કોરોનાના 46,951 નવા કેસ નોંધાયા..
  • ફરી લોકડાઉન નહીં લાવવાનું લોકોએ જ નક્કી કરવાનું છે..
  • સુટકેસ પર સુઇ રહેલા પેલા બાળકના ફોટાને યાદ કરીને નક્કી કરજો..
  • કેટલાય રસ્તામાં ખપી ગયા-કેટલાય રેલવેમાં કાયમ માટે પોઢી ગયા..
  • સરકારે નિયમો બનાવ્યા, પાલન આપણે આપણા જાન-માલ માટે કરવાનું છે..
  • વડાપ્રધાને ગયા વર્ષે શું કહ્યું હતું- જાન હૈ તો જહાન હૈ..સમજો તો ભયો ભયો..

ફેલાવો ક્યાં પહોંચશે…? 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.