એન્ટિલિયા વિસ્ફોટક કેસની તપાસ કરતી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સચિન વઝેની પાસેથી એક સિક્રેટ ડાયરી મળી આવી છે. આ ડાયરીને વઝેએ CIUની ઓફિસમાં છુપાવીને રાખી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્નોલોજીનો જાણકાર વઝે તેના હિસાબ-કિતાબને ક્યારેય ઓનલાઈન રેકોર્ડમાં રાખતો નહતો.

પકડાઈ ના જાય તેથી તેણે પોતાની પર્સનલ ડાયરી ઓફિસમાં છુપાવીને રાખી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન વઝેની આ ડાયરીમાંથી પૈસાની લેણ-દેણના પુરાવા પણ મળ્યા છે. જે પુરાવા NIAના મળ્યા છે તેમાં મોટા ભાગની કેશ ટ્રાન્સફરની વાત હોઈ શકે છે.
ધમકી વાળા લેટરની જેમાંથી પ્રિન્ટ કાઢવામાં આવી હતી, તે પ્રિન્ટર પણ જપ્ત
આ મામલે એક મોટી કાર્યવાહી કરતાં NIAએ કલવામાં ધરપકડ કરવામાં આવેલા કોન્સ્ટેબલ વિનાયક શિંદેના ફ્લેટ પરથી એક પ્રિન્ટર પણ જપ્ત કર્યું છે. NIAને શંકા છે કે, આ પ્રિન્ટરમાંથી સ્કોર્પિયોમાં મળેલા ધમકીવાળા લેટરની પ્રિન્ટ કાઢવામાં આવી છે. તે લેટરમાં લખવામાં આવ્યું હતું કે,
“પ્રિય નીતા ભાભી અને મુકેશ ભાઈ અને પરિવાર, આ માત્ર ટ્રેલર છે. હવે પછી તમારા પરિવાર પાસે ઉડાન ભરવા માટે પૂરતો સામાન મુકવામાં આવશે. સાવધાન રહેજો.”
25 માર્ચ પહેલા કરી શકે છે આ કેસનો ખુલાસો
આ દરમિયાન, એવી માહિતી બહાર આવી રહી છે કે એન્ટિલિયા કેસનો જલ્દીથી ઉકેલ આવી શકે છે. NIAને આ કેસથી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં સચિન વેજનીધરપકડ કરવામાં આવી છે અને તેણે ગુનો કબૂલ કરી લીધો છે, પરંતુ NIA કેટલાક વધુ નક્કર પુરાવા શોધી રહી છે. વઝેની પોલીસ કસ્ટડી 25 માર્ચે પૂરી થઇ રહી છે. એવું માનવામાં આવે છે કે NIAઆ કેસનો ખુલાસો તે પહેલાં કરી શકે છે.
ATS ટૂંક સમયમાં તમામ દસ્તાવેજો
NIAને સોંપશેએન્ટિલિયા કેસ બાદ NIAએ હવે મનસુખ હિરેનની હત્યાના કેસ પણ પોતાના હાથમાં લીધો છે. ATS આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો NIAને સોંપી શકે છે. જો કે ATSએ આ કેસ ક્રેક કરી લીધો છે.તેથી, NIAએ આ કેસમાં વધુ કંઇ કરવાનું રહેશે નહીં. આજે મનસુખના મૃત્યુ મામલે મહારાષ્ટ્ર ATS પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
