મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની ચિટ્ઠી બહાર આવ્યા બાદ વિપક્ષી દળ ભાજપ સહિત અન્ય કેટલાક દળોના નેતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા છે. ભારિપ બહુજન મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર અને વિધાન પરિષદમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મળીને આ માગ કરી છે.

જો કેન્દ્ર સરકાર આ પગલા ન પણ લે તે મહારાષ્ટ્રની રાજનીતી અસ્થિરતા તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપાના નેતા મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર બન્યા બાદ જ કહેતા રહ્યા છે કે આ સરકાર આંતરવિરોધીઓથી જ પડી જશે તે સ્થિતિ હવે નજીક આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને નોકરશાહીમાં શરુઆતમાં થયેલા ટકરાવ આંતરવિરોધને હવા આપી શકે છે.

પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રીને લખેલા આઠ પૃષ્ઠના પત્રમાં સરકારને સંકટમાં નાખનારા અનેક આરોપ લગાવ્યા છે સાથે સર્વોચ્ચ ન્યાયલાયમાં દાખલ 103 પૃષ્ઠની અરજીમાં એવા કેટલાય ખુલાસા કર્યા છે જે સરકારને ભારે પડી શકે છે. તેમણે પોતાની અરજીમાં પોતાની બદલીને નિયમ વિરુધ્ધ બતાવીને તપાસની માંગ કરી છે. પોતાની વાતને પુષ્ટ કરવા માટે પરમબીરે ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરમાં સીસીટીવી કેમેરાની તપાસની માગ પણ કરવામાં આવી છે.

સચિન વાજે પાસેથી મળેલા નોટ ગણવાના મશીનમાં સુરક્ષિત ડિજીટલ આંકડાના કેટલાક તથ્ય સામે આવી શકે છે. મનસુખ હિરેનની હત્યા સહિત કેટલાક અપરાધિક મામલામાં ફસાયેલા વાજે પોતાનું મોઢું ખોલશે તો રાજનીતિ ક્ષેત્રના કેટલાય લોકોની મુશ્કેલી વધારી શકે છે. ભલે એનસીપી નેતૃત્વ દ્વારા ગૃહમંત્રી અનિલ દેશમુખને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય પરંતુ એનસીપી શિવસેના અને કોંગ્રેસ ત્રણેય દળ વસુલીનું આટલું મોટું રેકેટ સામે આવતા વ્યથીત થઇ ગઇ છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.