વડોદરાની M.S. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સામે આવ્યા હતા અને આ અથડામણ પાછળનું કારણ પણ એટલું મોટુ નોહતું. આજે શહીદ દિવસ પ્રસંગે  M S યુનિવર્સીટીમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો અને તેમાં એબીવીપી અને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન એક જ જગ્યા પર અને સમયે ભેગા થઈ ગયા હતા અને બાદમાં બંને ગૃપ વચ્ચે શ્રદ્ધાંજલિ પહેલી કોણ અર્પણ કરશે તેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો, આ વિવાદ બાદમાં મારામારીમાં ફેરવાઈ ગયો હતો. ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ પહેલા કોણ આપશે તેને લઈને વાત ઈગો પર આવી ગઈ હતી અને જે મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

એબીવીપી અને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારીની આ ઘટના કેમ્પસમાં આગની જેમ ફેલાઈ ઉઠતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થવા લાગ્યા હતા. યુનિવર્સિટી વિજિલન્સના જવાનોએ આખરે વિદ્યાર્થીઓને છોડાવવા વચ્ચે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. ત્રણેય શહીદોની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સર્જાયેલી અથડામણને વકોડી નાખવામાં આવી રહી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.