અભિનેતાથી નેતા બની ગયેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના જીવનનો આજે એક ખાસ દિવસ છે. આજે 23 માર્ચે સ્મૃતિ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઝગમગાટની દુનિયામાં અને રાજકારણના ક્ષેત્રમાં સ્મૃતિએ બંનેમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

સ્મૃતિ ઈરાનીએ 21 વર્ષની ઉંમરે femina miss india beauty pageant (1998) માં ભાગ લીધો હતો. આ સાથે તેમણે રાજકારણમાં તેમની રુચિનો પણ ઉલ્લેખ કર્યો હતો. વર્ષો પહેલા કારકિર્દીના પ્રારંભિક તબક્કેથી સ્મૃતિએ રાજકારણ પ્રત્યેનું તેમનું વલણ જાહેર કર્યું હતું. આજે અભિનયની જેમ જ સ્મૃતિએ રાજકારણની દુનિયામાં પણ પોતાનું પ્રભુત્વ સાબિત કરી દીધું છે. તેઓ ભાષણ આપવાની આગવી છટા ધરાવે છે. સંસદ ગૃહમાં પણ તેઓના ભાષણ સામે ભલભલાની બોલતી બંધ થઇ જાય છે. અભિનયની કારકિર્દીની શરૂઆતના સ્મૃતિના ફોટોઝ જોશો તો તમને ઓળખવામાં પણ તકલીફ થઇ જશે. સ્મૃતિને તુલસીના પાત્રએ ખુબ જ પ્રસિદ્ધિ અપાવી. અને હવે તેઓ રાજકારણમાં પણ એ જ રીતે આગળ વધતા જોવા મળે છે.

આ ગીતમાં મીકા સિંહ સાથે જોવા મળ્યા હતા સ્મૃતિ

બ્યુટી પેજેંટમાં ભાગ લીધા પછી સ્મૃતિએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. સિરિયલોમાં આવ્યા પહેલા તેઓએ ગાયક મીકા સિંહ સાથે એક મ્યુઝિક વીડિયો ‘બોલિયાં’માં (Boliyan Mika singh) અભિનય કર્યો હતો. આ વીડિયોમાં તેઓ ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આજે સ્મૃતિને જુઓ અને તેમની જૂની તસ્વીરો કે વીડિયો જુઓ તો તેમાં ઘણા તફાવત જોવા મળ્યા છે. જૂના ફોટામાં સ્મૃતિ ઈરાનીને ઓળખવા પણ મુશ્કેલ છે. આ વિડીયો તમે યૂટુબમાં જોઈ શકો છો.

ગીતમાં મીકા સિંહ સાથે જોવા મળ્યા હતા સ્મૃતિ

તુલસીના પાત્રની થઇ વાહવાહી

જાણીતું છે કે સ્મૃતિ ઈરાનીએ સીરીયલ ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ માં તુલસી વિરાનીની ભૂમિકા સાથે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. વર્ષોથી તેમને તુલસી તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ માટે 5 ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સ, 4 ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ અને 8 સ્ટાર પરિવાર એવોર્ડ મળ્યા હતા.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.