રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.

  • અમદાવાદમાં 2.54 લાખ લોકોએ કોરોનાની રસી લીધી, 97269 જેટલા વૃદ્ધોએ રસી મુકાવી.
  • રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
  • પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 32 લાખ 74 હજાર 493 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 3 હજાર 693 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 38 લાખ 78 હજાર 186નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 22 હજાર 186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે

રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. સોમવારે 2.22 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું. છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં 5 ગણો જ્યારે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે રિકવરી રેટમાં 1.80 ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં 20 હજારથી વધારે કેસ વધી ગયા છે.

ફ્રન્ટલાઇન વર્કસને રસીના બંને ડોઝ અપાઈ ગયા
ડો. રાજીવ ગુપ્તાએ સોશિયલ મિડિયાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2.54 લાખ લોકોએ રસી મુકાવી છે. જેમાં 97269 જેટલા વૃદ્ધોએ રસી મુકાવી છે. જ્યારે 11503 જેટલા 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકોએ રસી મુકાવી છે અને 52811 જેટલા ફ્રન્ટલાઇન વર્કસને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. રસી લીધા બાદ અમુક લક્ષણો જેવા કે સામાન્ય દુઃખાવો, તાવ અને નબળાઈ સામાન્ય છે. ડરવાની જરૂર નથી. રસી લો અને રસીકરણ કરાવો, કોરોનાથી લડો.

દર્દીઓ માટે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા

દર્દીઓ માટે 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે
બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દરરોજ 2 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રવિવારે પહેલીવાર રસીકરણ યોજાયું હતું. સરકારે તમામ લોકોને ઝડપથી રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં કેસ વધી રહ્યાં છે ત્યારે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા છે. હાલમાં 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે. રાજ્ય સરકાર પાસે કોરોના વેક્સિનનો પુરતો જથ્થો છે. આરોગ્ય વિભાગના કર્મીઓએ રાત દિવસ સેવા કરી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ટુંકાવાની પણ કોઈ વિચારણા નથી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.