અમદાવાદ AMTSનું વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2021-22 ડ્રાફ્ટ બજેટ 523.73 કરોડ રૂપિયાનું રજુ કરવામાં આવ્યું કે જે ગત વર્ષ કરતા 20.53 કરોડનો વધારો સુચવે છે. આપવામાં આવેલી વિગતો પ્રમાણે કુલ 758 બસ પૈકી 50 બસ AMCની માલીકીની છે અને લાલ દરવાજા બસ ટર્મિનલને અપાશે હેરિટેજ લુક. રવિવારે પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાથી ઓછી બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા હેઠળ નવી 150 મીડી નોન એસી બસો દોડાવવામાં આવશે. શહેરના આઉટર રીંગ રોડ પર સર્વે કરીને સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટ પર સેવા શરૂ કરવામાં આવી શકે છે.

અમદાવાદ શહેરનાં લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ લુક આપવામાં આવશે. જે વિસ્તારોમાં AMTS બસ નથી પહોચી ત્યાં પણ રૂટ વધારી શકાય તે માટે પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. જણાવવું રહ્યું કે કોરોનાને લઈને AMTS બસની આવકમાં સખત ઘટાડો નોંધાયો છે. 131.38 કરોડની આવકના અંદાજની સામે માર્ચ 2021 સુધીમાં માત્ર 35 કરોડ રૂપિયાની જ આવક થઈ હતી. કોરોનાની મહામારી દરમિયાન એ.એમ.ટી.એસની બસોને ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર જેવા કોરોના વોરિયરની સેવા માટે દોડાવવામાં આવી હતી. ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોને અમદાવાદ શહેરના જુદા જુદા સ્થળેથી બેસાડી રેલવે સ્ટેશન તથા એસ.ટી સ્ટેન્ડ સુધી પહોંચાડવાની કામગીરી વિના મુલ્યે પૂરી પાડી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.