ઘરોમાં કામ કરે છે બીજેપી ઉમેદવાર 

ઘરોમાં મેડનું કામ કરીને મહીને 2500 કમાનારી કલિતા માજીને પૂર્વ વર્ધમાનની આઉસગ્રામ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.માજીના પતિ સુબ્રતો માજી પ્લંબરનું કામ કરે છે. ચૂંટણી લડવા માટે કલિતાએ દોઢ મહિનાની રજા લીધી છે. અને ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે.

એક ન્યુઝ વેબસાઇટના અનુસાર કલિતાએ કહ્યું કે –

  • એમને ટિકિટ મળશે તેવો અંદાજ પણ નહોતો. હજી સુધી તે આશ્ચર્યમાં છે .
  • ભાજપમાં કાર્યકર્તાઓની કદર છે ત્યારે તો તે ઉમેદવાર છે.
  • રજા લઇને તે ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે.
  • ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ સંતોષે ટ્વીટ કરીને કલિતાને શુભકામના આપી છે.

કલિતાનું માનવું છે કે મેડ હોવાના કારણે તેમને આમ જનતાના મુદ્દા અને ગરીબ પરિવારની દુર્દશાને સમજવામાં મદદ મળી છે. જો તે જીતી જશે તો તેમના પરિવાર અને પાડોસીએને આશા છે કે તે વિકાસ કરશે. ચૂંટણીમાં કલિતા માટે મુખ્ય મુદ્દો પોતાના ગામના લોકોની મદદ કરવા માટે એક હોસ્પિટલનું નિર્માણ કરવાનો છે અત્યારે તેમને ઇલાજ માટે બર્ધમાન શહેર જવું પડે છે. વિકાસ , રોજગારના અવસર જેવા અન્ય મુદ્દા તેમના લિસ્ટમાં સામેલ છે.

પહેલીવાર  ભાજપે આ સીટથી કોઇ ઉમેદાવરને ઉતાર્યા હોય.  લોકોના મનમાં સવાલ છે કે બીજેપીએ કલિતાને જ કેમ આ સીટ માટે પસંદ કરી. હકીકતમાં કલિતાને ઉમેદવાર બનાવીને ભાજપ ગામડાઓના લોકો સુધી જોડાવા ઇચ્છે છે

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.