કોરોના કાળના 1 વર્ષમાં અનેક અમદાવાદીઓ દંડાયા, અમદાવાદના 4.84 લાખ લોકો માસ્ક પહેર્યા વગર પકડાયા હતા. તેમની પાસેથી ટ્રાફિક પોલીસે રૂપિયા 35.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમ છતાં પણ હજુ અમદાવાદમાં અનેક લોકો માસ્ક પહેરતા નથી. જેના કારણે શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદ આજ દિન સુધી ચાલી રહેલા નાઈટ કર્ફ્યૂના ભંગ બદલ અનેક અમદાવાદીઓ દંડાયા છે. આ કેસમાં અમદાવાદ પોલીસે આજ સુધીમાં 45,863 ગુના નોંધી 55,076 લોકોની ધરપકડ કરી છે.

અહીં નોંધનીય છેકે લોક ડાઉન પૂરું થયા બાદ અનેક લોકો માસ્ક પહેરતા ન હતા. જેથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને માસ્ક વગર ફરતા 80 લોકોને પકડીને દંડ વસૂલ કરવા કડક સૂચના અપાઇ હતી. જે અનુસાર શહેર પોલીસ દ્વારા રોજના 3500થી 4000 માણસોને માસ્ક વગર પકડી લેવામાં આવ્યા હતા. અને, તેમની પાસેથી આશરે કુલ રૂ.40 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી અને ક્રિકેટ મેચ શરૂ થતા પોલીસે માસ્ક વગર ફરતા લોકોને પકડવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે. જેથી પોલીસે ફરી એક વખત માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાનું શરુ કર્યુ છે. જે અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ રોજના 600 થી 700 માણસોને માસ્ક વગર પકડીને દંડ વસૂલ કરી રહી છે.
જોકે રવિવારે અને સોમવારે એમ બે દિવસ શહેર પોલીસ દ્વારા એક સેવાકાર્ય પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં શ્રમજીવીઓને અને ભીક્ષુકોને ફ્રીમાં માસ્કનું વિતરણ કરાયું હતું.
અનેક પોલીસ કર્મચારીઓને કોરોના થયો:
છેલ્લા 1 વર્ષમાં અમદાવાદના 1543 પોલીસ અધિકારી- કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેમાંથી 1524 સાજા થઇ ગયા છે. જ્યારે 16 પોલીસ કર્મચારીના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. તેમજ હાલમાં 3 પોલીસ કર્મચારી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ પોલીસે અત્યારસુધીમાં 75,492 વાહન ડિટેઈન કરી તેમાંથી રૂ.29.73 કરોડ દંડ પણ વસૂલ કર્યો હતો. લોક ડાઉનમાં તેમજ કરફયુ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળતા લોકોના 75,492 વાહનો શહેર પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. તે વાહનો છોડવા માટે તેના માલિકો પાસેથી પોલીસે રૂ.29.73 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. આમ છતાં લોકો હજુ વાહનોમાં નીકળી નાઇટ કર્ફ્યૂનો ભંગ કરતા હોય છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
