તાપી: તાપી જિલ્લામાં અપહરણ અને મહિલાની છેડતીની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, પોલીસે ફરિયાદ થતા આરોપી અને તેના સાગરીતને જેલ ભેગા કરી દીધા છે. વ્યારા સ્થિત સેવા સદનમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારી પોતાની નોકરી પર સવારે જઇ રહી હતી. ત્યારે બે શખસો સફેદ કલરની કારમાં સવાર થઈને આવ્યા હતા, જે પૈકી રાહુલ ચૌધરી નામના યુવકએ મહિલા પોતાનું મોપેડ પાર્ક કરતી હતી તે દરમ્યાન કમરના ભાગે પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી.

ત્યારે મહીલા દ્વારા બુમાબુમ કરતા આસપાસ લોકો ભેગા થઈ ને બને શખ્શો પકડી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને આરોપીઓની અટક કરી વધુ તપાસ માટે વ્યારા પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે, રાહુલ ચૌધરી નામના યુવક ઘણા સમયથી યુવતીનો પીછો કરતો હતો, એક તરફી પ્રેમમાં અંધ આ યુવક અવારનવાર યુવતીને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.