ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની સિરીઝની પહેલી આજે પુણેના MCA સ્ટેડિયમમાં વનડે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરી રહી છે.

ક્રુણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને વનડેમાં ડેબ્યુ કરવાની તક મળી છે. ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ હવે ભારતનો આગામી ટાર્ગેટ વનડે સિરીઝ જીતવાનો છે. બીજી તરફ ઈંગ્લેન્ડે ટેસ્ટ અને ટી20માં જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ આ બંને ફોર્મેટમાં તેઓ પોતાની લય બરકરાર રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. હવે ઓયન મોર્ગનની આગેવાનીવાળી ટીમ પોતાની ખામીઓને દુર કરીને સકારાત્મક અંત કરવા માંગશે.

બેન સ્ટોક્સે ભારતને પહેલો ઝટકો આપ્યો. સ્ટોક્સની બોલિંગમાં રોહિત શર્માનો જોસ બટલરે કેચ કર્યો. રોહિત શર્મા 28 રન કરીને આઉટ થયો. હાલ ભારતનો સ્કોર 22 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 93 રન છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની વિરુદ્ધ પહેલી વનડેમાં કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને વનડે કેપ મળી ગઈ છે. બંને ખેલાડી ઈંગ્લેન્ડની વિરુદ્ધ ડેબ્યૂ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ મોટા ભાઈ કૃણાલને વનડે કેપ સોંપી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.