છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લાના કડેનાર વિસ્તારમાં ધૌડાઈ અને પલ્લેનાર વચ્ચે ગાઢ જંગલ છે. નક્સલવાદીઓએ અહીં હુમલો કરી IED બ્લાસ્ટથી બસ ઉડાવી દીધી હતી.

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓએ DRG જવાનોથી ભરેલી બસમાં વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે 14 જવાન ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ સમયે બસમાં 24 જવાન હતા. ઘટનાની જાણ થતા જ બેકઅપ ફોર્સ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. તમામ જવાન એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા.

છત્તીસગઢના DGP ડીએમ અવસ્થીએ ઘટનાની પૃષ્ટિ કરી હતી.

બસ્તરના IG પી.સુંદરરાજે જણાવ્યું હતું કે નારાયણપુરમાં નક્સલ વિરોધી અભિયાન બાદ DRG ફોર્સ પરત ફરી રહી હતી. ત્યારે એક IED બ્લાસ્ટમાં બસના ડ્રાઈવર સહિત 5 જવાન શહીદ થયા હતા. આ ઘટનામાં બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રાયપુર મોકલવામાં આવ્યા છે.

હુમલામાં શહીદ થયેલા જવાનોના નામ

  • જય લાલ ઉઈકે, ગામ કસાવાહી
  • કરન દેહારી, અંતાગઢ (ડ્રાઈવર)
  • સેવક સલામ, કાંકેર
  • પવન મંડાવી, બહીગાવ
  • વિજય પટેલ, નારાયણપુર​​​​​​​​​​​​​​
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તે ઉછળીને પુલની નીચે પડી હતી

નક્સલવાદીઓએ 6 દિવસ અગાઉ મોકલ્યો હતો શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ
નક્સલવાદીઓએ 17 માર્ચના રોજ શાંતિ મંત્રણા માટે એક પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. નક્સલવાદીઓએ તે વખતે જણાવ્યું હતું કે પ્રજાના કલ્યાણ માટે છત્તીસગઢ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે વાતચીત માટે ત્રણ શરતો પણ રજૂ કરી હતી. તેમા સશસ્ત્ર દળોને હટાવવા, માઓવાદી સંગઠનો પર લાદવામાં આવેવા પ્રતિબંધને હટાવવા અને જેલમાં બંધ નેતાઓને શરત વગર મુક્ત કરવાનો સમાવેશ થતો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.