પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, બુધવારે ઘણા દિવસો બાદ જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કાપ મુક્યો છે. તેલ કંપનીઓએ 24 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવોમાં ઘટાડો કર્યો છે.

આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કર્યો છે. આ કાપ બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલના ભાવ 81.30 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે. હકીકતમાં જોઈએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના કિંમતોમાં આવેલા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં જોવા મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 15 દિવસમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.યુરોપમાં કોરોનાની ત્રીજી લહેર ચાલતી હોવાની કારણે ઈંધણની માગ ઘટવા લાગી છે. જેને લઈને કાચા તેલની કિંમત 71 ડૉલર પ્રતિ બેરલની ઉંચાઈએથી નીચે આવીને સીધા 64 ડૉલર બૈરલ પર આવી ગયા છે.

આવી રીતે ચેક કરો પેટ્રોલ અને ડીઝલના ભાવ

આપ SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવની ખબર પડે છે. પેટ્રોલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થતાં હોય છે. ઈંડિયન ઓયલની વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે આપને RSPની સાથે પોતાના શહેરનો કોડ ટાઈપ કરીને 9224992249 નંબર પર SMS મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે. જે આપ આઈઓસીએલની વેબસાઈટ પર જોઈ શકશો. તો વળી BPCL કસ્ટમર RSP લખીને 9223112222 અને એચપીસીએલ કસ્ટમર HPPrice લખીને 9222201122 મેસેજ મોકલવાથી પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકશો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.