ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો અનાજનો જથ્થો સડી ગયો.

બહુચરાજીની સસ્તા અનાજની દુકાનમાં પણ મધ્યાહન ભોજનનું અનાજ સડેલું મળી આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે 1 હજાર 302 કિલો ચણાદાળ, 402 કિલો ચણા સડી ગયા હતા. અધિકારીઓના પાપે હજારો કિલો અનાજ સડી ગયું.

લોકડાઉનમાં શાળા બંધ રહેતા મધ્યાહન ભોજન માટેનું અનાજ અહીં રાખવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગના અણઘડ વહીવટના કારણે મધ્યાહન ભોજનનું અનાજ સડી ગયું.

સસ્તા અનાજના દુકાનદારે પુરવઠા વિભાગને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ મહેસાણા જિલ્લામાં આવી 55 સસ્તા અનાજની દુકાનોમાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.