કોંગ્રેસ નેતા શશિ થરૂર તેમની ફરાટેદાર અંગ્રેજી માટે જાણીતા છે. સોશિયલ મીડિયામાં પણ તેમની અંગ્રેજીને લઈને માહિતી પર ઘણા બધા મજાક અને મિમ્સ બનતા રહેતા હોય છે. તેઓ ઘણી વાર અંગ્રેજીમાં બોલે છે અને લખે છે ત્યારે તેમના શબ્દો મોટાભાગના લોકોના માથા ઉપરથી જ પસાર થઇ જતા હોય છે.

અમુક શબ્દો બહુ ઓછા લોકોને ક્યારેય વાંચ્યા અને સાંભળ્યા હશે. હવે તેમના અંગ્રેજીને લઈને એક અનોખો વિવાદ સર્જાયો છે. વાત જાણે એમ છે કે એક મોબાઈલ એપ આવી છે, જે શશિ થરૂરની જેવું અંગ્રેજી શીખવવાનો દાવો કરી રહી છે. જી હા એક મોબાઈલ એપે તેની જાહેરાતના કેમ્પેઈનમાં દાવો કર્યો હતો કે “અમે શશિ થરૂર જેવું અંગ્રેજી શીખવીએ છીએ.

જોકે થરૂરે ઇંગ્લિશ લર્નિંગ આ એપ્લિકેશન સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એપ્લિકેશન પર આરોપ છે કે શશિ થરૂરનું નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો છે. તેમના નામ અને ફોટાનો ઉપયોગ તેમની પરવાનગી વિના તેની પબ્લિસિટી માટે કરવામાં આવ્યો છે.

શશિ થરૂરે આ એપની જાહેરાતનો એક સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કર્યો. જેમાં જોવા મળી રહ્યું છે કે બ્લેકબોર્ડ રેડિયો (બીબીઆર) નામની એક એપ તેની જાહેરાતમાં દાવો કરી રહી છે કે તે શશિ થરૂરની જેમ અંગ્રેજી બોલવાનું, લખવાનું અને વાંચવાનું શીખવશે. તેમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેકને અંગ્રેજી શીખવવાના દાવા સાથે શશિ થરૂરની એક તસવીર પણ મુકવામાં આવી છે. અને તેમાં લખવામાં આવ્યું છે કે – શશિ થરૂર જેવું ફરાટેદાર અંગ્રેજી બોલતા શીખો.

શશિ થરૂરે લખ્યું હતું કે,

“આ એવા ઘણા અજાણ્યા વિદ્યાર્થીઓ દ્વારા મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે, જેઓ આ એપ્લિકેશન દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારે આ એપ્લિકેશન સાથે કોઈ લેવાદેવા નથી અને મેં ક્યારેય કોઈ પણ રીતે આને સમર્થન આપ્યું નથી. કમર્શિયલ ઉપયોગ માટે મારા નામ અને ફોટાનો દુરુપયોગ અટકાવવા હું કાયદેસરની કાર્યવાહી કરીશ.’

થરુરની આ પોસ્ટ પર અનેક યુઝર મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે.

કંપનીએ માંગી માફી

થરૂરની કાર્યવાહીની ધમકી બાદ એપ્લિકેશને માફી પણ માંગ્યાના અહેવાલ પણ સામે આવ્યા છે. કંપનીએ માફીના નિવેદનમાં જણાવ્યું હતુ કે થરુર કોઈ પણ રીતે કંપની સાથે સંલગ્ન નથી. અને તેમની તસ્વીરને યુઝ કરવા બદલ માફી પણ માંગી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.