સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એનવી રમના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. હાલના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ તેમના નામની ભલામણ સરકારને મોકલી છે. તાજેતરમાં જ સરકારે તેમને તેમના ઉત્તરાધિકારી તરીકે નામ મોકલવા કહ્યું હતું. જેના જવાબ સ્વરૂપે એસએ બોબડેએ એનવી રમનાનું નામ સજેસ કર્યું છે.

મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે 23 એપ્રિલે તેમના પદ પરથી નિવૃત્ત થઇ રહ્યા છે. આ બાદ એનવી રમના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામકાજ સંભાળતા જોવા મળશે. હાલના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે પછી એનવી રમના સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેમનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધીનો રહેશે.

કોણ છે એનવી રમના..?

એનવી રમના વિશે આપને જણાવી દઈએ. એનવી રમના આંધ્રપ્રદેશના છે. તેઓ વર્ષ 2000 માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા. ફેબ્રુઆરી 2014 માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. આ પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટમાં કાર્યરત હતા. 63 વર્ષીય નુથાલપતિ વેંકેટ રમનાએ 10 ફેબ્રુઆરી 1983 થી તેમની ન્યાયિક કારકીર્દિની શરૂઆત કરી હતી. તેમણે આંધ્રપ્રદેશથી વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

બંધારણીય બાબતોમાં જાણકાર, 45 વર્ષથી વધુ ન્યાયિક અનુભવ

વકીલાત બાદ તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ, આંધ્રપ્રદેશ વહીવટી ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી હતી. તેઓને બંધારણીય, ગુનાહિત અને આંતર-રાજ્ય નદીના પાણી વહેંચણી બાબતના કાયદાના નિષ્ણાંત માનવામાં આવે છે. લગભગ 45 વર્ષોનો લાંબો અનુભવ ધરાવતા એનવી રમના સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓની બંધારણીય બેંચનો એક ભાગ રહ્યા છે. જાહેર છે કે એસએ બોબડેએ અત્યાર સુધી સુપ્રીમના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ ચૂકાદા આપ્યા છે. તેઓએ સરકારને એનવી રમનાના નામની ભલામણ કરી છે. એનવી રમનાને ન્યાય પ્રક્રિયાનો બહોળો અનુભવ છે. તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

જો તેમની સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવે છે તો તેમના માટે આ ભૂમિકા ચેલેન્જીંગ રહેશે. કેમ કે ન્યાયાધીશ બોબડેએ ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.