અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકીને ઝડપાયો

 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકી સલામનની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.

 

અમદાવાદ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનો વોન્ટેડ આંતકીની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલામનની ધરપકડ કરાઈ છે. સલમાનની 2008 બ્લાસ્ટ કેસમાં મહત્વની ભૂમિકા હતી. હાલ તેને આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્રનું આયોજન કર્યું હતું. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યાર બાદ તે રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ માં મહત્વની જાણકારીઓ બહાર આવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.