રાજકોટ શહેરમાં દિન દહાડે ચોર લૂંટારુઓ બેફામ થયા છે, ત્યારે દિવસે ચોરી લૂંટની ઘટના બનાવ લાગી છે જેમાં વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરમા વહેલી સવારે વૃદ્ધ મહિલાના ગળામાંથી એક તસ્કર ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો છે. જોકે, આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે. હાલ આ અંગે પોલીસે ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

શહેરના લીંબુવાડી વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં મહિલા સવારે રસ્તા પરથી પસાર થઇ રહી હતી. ત્યારે કાળા કપડા પહેરીને એક યુવાન આવે છે અને વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઇ જાય છે. આ વૃદ્ધા થોડે સુધી તેની પાછળ દોડે પણ છે પરંતુ તે ચોર ટુ વ્હીલર પર ફરાર થઇ જાય છે.
આ દરમિયાન મહિલા મોટે મોટેથી બૂમો પણ પાડે છે પરંતુ આસપાસથી કોઇ વ્યક્તિ તેમની મદદે આવતુ નથી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
