હોળીના તહેવારને લઈ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મૂજબ કોઇપણ રંગોત્સવના જાહેર કાર્યક્રમોને મંજૂરી મળશે નહીં. મર્યાદિત લોકોની હાજરીમાં જ હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણામાં પણ મર્યાદિત લોકો હાજર રહી શકશે.

હોલીકા દહન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે, તેમજ આયોજકોએ લોકોને કોવિડની ગાઇડલાઇનું પાલન કરાવાનું રહેશે. જાહેર વિસ્તારમાં સામુહિક ઘૂળેટી મહોત્સવનું આયોજન કરી શકાશે નહીં.

28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવામાં સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ થોડા દિવસો અગાઉ માહિતી આપી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.