જેતલસરની સગીરાની સરાજાહેર હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે અને રાજકીય આગેવાનોનું આવાગમન વધ્યું છે. ત્યારે જેતલસર ગામમાં આ ઘટના બાદ કેવો માહોલ છે તે જાણવા મળ્યું કે હજુ પણ ગામમાં દહેશત અને ભયનો માહોલ છે. લોકોમાં હજુ પણ ડર છે. આરોપીની ધરપકડ થઇ ચૂકી છે, છતાં લોકો કહે છે કે કેસ ઝડપથી પુરો થવો જોઇએ તો જ અમને ન્યાય પર વિશ્વાસ બેસે.

આ અંગે ગામના પૂર્વ સરપંચ મહેશભાઇ રૈયાણી કહે છે કે આરોપી ભલે એકલો હતો એવું રટણ કરે પરંતુ તેના સાગરિતો હજુ ગામમાં રખડે જ છે, આથી લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે. આવી ઘટના ગામના ઇતિહાસમા પહેલી જ વાર બની છે. ત્યારે પોલીસ અમને સહયોગ આપે જ છે. રવિવારે ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની ન્યાયકૂચ યોજાશે.

કાર્યવાહી ઝડપથી કરે તો પોલીસમાં લોકોનો વિશ્વાસ વધે
ખોડલધામના નરેશ પટેલે પણ સાંત્વના આપી હતી અને આગામી રવિવારે ખોડલધામથી જેતલસર સુધી ન્યાય માટે કૂચ કરવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે. જેતલસરની સગીરાના હત્યારાને કડકમાં કડક સજા મળે તેવી લોક માંગ ઉઠી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ કેસને વધુ મજબૂત બનાવવા સઘન પ્રયાસ કરી રહી છે. સરકારના આદેશ બાદ આ કેસમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના સુપર વિઝન હેઠળ તપાસ થઇ રહી છે.

ખોડલધામ મંદિરની ફાઈલ તસ્વી

તલસ્પર્શી તપાસ થાય તે માટે ખાસ ટીમની રચના કરાઇ
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું હતું કે આજે આરોપી જયેશ ગીરધરભાઇ સરવૈયાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થાય છે ત્યારે આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી ફરીવાર રિમાન્ડની માંગણી કરાશે. આ ઉપરાંત કેસની તલસ્પર્શી તપાસ થાય તે માટે ખાસ ટીમની રચના કરાઇ છે અને તપાસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચ PI અજયસિંહ ગોહિલને સોંપાઇ છે.

વધુ રિમાન્ડની માંગ સાથે આરોપીને આજે કોર્ટમાં રજુ કરાશે
આરોપી જયેશ સરવૈયાએ વિરપુરથી ખરીદેલી છરી કે જેનો હત્યામાં ઉપયોગ કર્યો હતો તે પોલીસે કબ્જે લીધી છે. આ ઉપરાંત વધુ મજબૂત પુરાવા એકત્ર કરી પોલીસ કેસને વધુ મજબૂત બનાવશે અને આરોપીને વધુમાં વધુ સજા મળે તે માટે પ્રયાસ કરશે. આ પહેલા આરોપી જ્યારે ઝડપાયો ત્યારે તેની ધરપકડ બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો.

પોલીસે 12 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આજે આરોપીના રિમાન્ડ પુરા થઇ રહ્યાં છે. જોકે પોલીસને હજુ કેટલાક મુદ્દે તપાસ કરવાની જરૂરિયાત જણાતા આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરાશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.