JEE મેઇન 2021 માર્ચ પરીક્ષાનું પરિણામ જલ્દી જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાની ફાઇનલ આંસર-કી જાહેર કરી દીધી છે. જેઇઇ મેઇન પરીક્ષાની આંસર-કી NTA JEE Mainની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવી છે. વિધાર્થીઓ વેબસાઇટ પર જઇને પરીક્ષાની ફાઇનલ આંસર-કી ચેક કરી અને ડાઉનલોડ કરી શકે છે.

JEE Main ફાઇનલ આંસર કી જાહેર થયા બાદ હવે રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે. જેઇઇ મેઇન પરીક્ષાનું પરિણામ આ મહીને જાહેર થઇ શકે છે. વિધાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય સમય પર વેબસાઇટ વિઝિટ કરે.

JEE Main 2021 March Final Answer Key આવી રીતે કરો ડાઉનલોડ:

સ્ટેપ 1- ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ

સ્ટેપ 2 – વેબસાઇટ પર આપવામાં આવેલ JEE (Main) MAR -2021 Final Answer key B.E/B.Tech ના લિંક પર ક્લિક કરો

સ્ટેપ 3 – હવે તમારી સ્ક્રીન પર ફાઇનલ આંસર-કીની પીડીએફ ફાઇલ ખૂલી જશે.

સ્ટેપ 4 –  હવે આપ ડાઉનલોડ કરી શકો છો.

JEE Main 2021 March Result આવી રીતે કરી શકશો ચેક

સ્ટેપ 1- વિધાર્થીઓ માર્ચ સેશનનું રિઝલ્ટ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જવું પડશે.

સ્ટેપ 2 :   વેબસાઇટ પર આપવામાં આવેલા JEE Main March Result પર ક્લિક કરો

સ્ટેપ 3 :  હવે રજિસ્ટ્રેશન નંબર અને જન્મતિથિની મદદથી લોગ ઇન કરો

સ્ટેપ 4 : તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.

આપને જણાવી દઇએ કે JEE Main March પરીક્ષાનું આયોજન 16,17,18 માર્ચે થયું હતું. તે બીજા સેશનની પરીક્ષા હતી. ત્યારબાદ હવે ત્રીજા સેશનની પરીક્ષા એપ્રિલ અને ચોથા સેશનની પરીક્ષા મે મહીનામાં આયોજિત કરવામાં આવશે. પહેલીવાર JEE Main પરીક્ષાનું આયોજન 1 વર્ષમાં ચાર વાર કરવામાં આવ્યું છે.

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.