IPLની નવી સિઝનની હલચલ હવે તેજ બનવા લાગી છે. એમ.એસ.ધોની (MS Dhoni) સહિતના અનેક દિગ્ગજ ક્રિકેટરો પોતપોતાની ફેન્ચાઇઝી ટીમ સાથે જોડાઇ ચુક્યા છે. આ સાથે જ તેઓ IPL 2021 ને લઇને હવે તૈયારીઓ કરવા લાગી ચુક્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ પુર્ણ રુપની તૈયારીઓમાં લાગી ચુક્યુ છે. કારણ કે 9 એપ્રિલ શરુ થઇ રહી છે.

IPL 2021 મા કોઇ કમી ના રહી જાય. આ ઉપરાંત ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસ (Star Sports) એ પણ પોતાની કસી લીધી છે અને માહોલ બનાવવાની શરુ કરી દીધી છે. સ્ટાર સ્પોર્ટસ એ IPL 2021 ના એંથમને પણ રિલીઝ કર્યુ છે. જેની થીમ છે ‘ઇન્ડીયાનો પોતાનો મંત્ર’ અને આ એંથમ ને ખાસ બનાવ્યો છે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ભારતીય ખેલાડીઓના ડાન્સ એ.
આઇપીએલમાં રમાનારી મેચ આમ પણ ખાસ રહેતી હોય છે, તેની સાથે ખાસ હોય છે તેના પ્રોમો વિડીયો, વિજ્ઞાપન અને તેના એંથમ. દર વર્ષની માફક એક વાર ફરીથી નવી સિઝનની એંથમ સામે આવી ચુકી છે. સ્ટાર સ્પોર્ટસ એ મંગળવાર 23 માર્ચ એ IPL 2021નુ એંથમ રિલીઝ કર્યુ છે. જોકે આ એંથમ પાછળની સિઝનોના મુકાબલે ખાસ દમદાર નથી લાગી રહ્યુ. જોકે વિડીયોએ જરુર ક્રિકેટ ફેંસનુ ધ્યાન ખેંચ્યુ છે.
દમ વિના ના એંથમમાં રોહિત-વિરાટના ડાંસની ચમક
એક મિનીટ 30 સેકન્ડના આ એંથમ વિડીયોના અંતમાં ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સુપર સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા પોતાની ડાંન્સ સ્કિલ દર્શાવી રહ્યા છે. RCB અને MI ના કેપ્ટન સાથે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ અને દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર ઋષભ પંત સહિત શુભમન ગિલ, રિયાન પરાગ જેવા યુવા ખેલાડીઓ પણ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ તેઓ ક્રિકેટ ફેંસને ‘ઇન્ડીયાનો પોતાનો મંત્ર’ ના પાઠ પણ ભણાવી રહ્યા છે.
પહેલી ટક્કર મુંબઇ અને બેંગ્લોર વચ્ચે
IPL 2021 ની શરુઆત 9 એપ્રિલથી ચેન્નાઇમાં થનારી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોહિત શર્માની મુંબઇ ઇન્ડીયન્સ, અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી છે. ટુર્નામેન્ટનુ આયોજન 6 શહેરોમાં કરવામા આવી રહ્યુ છે.
52 દિવસમાં ફાઇનલ સહિત 60 મેચ રમાનારી છે. પ્લેઓફ અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. લીગ મેચની શરુઆતમાં તમામ મેચ સ્ટેડિયમમાં વિના કોઇ દર્શકોની ઉપસ્થિતીમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
