AHMEDABAD : રાજ્યના ખેત તલાવડી કૌભાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે. તેમ તેમ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સમગ્ર કેસની લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ચાલી રહેલી તપાસમાં કુલ 100 જેટલા લોકોની સંડોવણી સામે આવી છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા મોટાપાયે ગેરરીતિ આચરી હોવાનો ખુલાસો થયો છે. અને પીપારા એન્ડ કંપનીના ચાર્ટડ એકાઉન્ટન્ટ મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધી સામે ACBએ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે નમન પીપારા અને જ્ઞાનચંદ પીપારા સામે LOC જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે પકડાયેલા બંને વ્યક્તિઓ ઓડિટર તરીકે CA ફર્મમાં કામગીરી કરતા હતા. અત્યાર સુધી ACBની તપાસમાં આ બંને ઓડિટરોની 23 ગુનાઓમાં સંડોવણી સામે આવી છે. ત્યારે આ તમામ સામે ACBએ વધુ તપાસ હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.