હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વધુને વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતા આજે વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે.

યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000 કરવામાં આવી છે.

ધારાસભ્યો ભોજનાલયમાં એકસાથે બેસીને નાસ્તો નહીં કરી શકે
તેમજ આજથી(24 માર્ચ) જ અધ્યક્ષના આદેશનો અમલ શરૂ કરવામાં આવતા વિધાનસભાના લિફ્ટમેનને ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્યો હવે કેન્ટીનમાં એકસાથે બેસીને નાસ્તો કરી શકશે નહીં. ધારાસભ્યોની કેન્ટીનમાં હવે સૂકો અને ગરમ નાસ્તો મળશે. માત્ર એટલું જ નહીં, વિધાનસભા પરિસરમાં માસ્ક યોગ્ય રીતે પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો

  • ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)
  • બાબુભાઈ પટેલ
  • શૈલેશ મહેતા
  • નૌશાદ સોલંકી
  • ભીખાભાઈ બારૈયા
  • મોહનસિંહ ઢોડિયા
  • પુંજાભાઈ વંશ
  • વિજય પટેલ
  • ભરતજી ઠાકોર

મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
કોરોનાવાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા.

જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

કોરોનાગ્રસ્ત થનારા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

નામ ઓદ્દો
વિજય રૂપાણી મુખ્યમંત્રી
ઈશ્વર પટેલ રાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલ ધારાસભ્ય
શૈલેશ મહેતા ધારાસભ્ય
વિજય પટેલ ધારાસભ્ય
ભીખા બારૈયા ધારાસભ્ય
પુંજા વંશ ધારાસભ્ય
ભરતજી ઠાકોર ધારાસભ્ય
નૌશાદ સોલંકી ધારાસભ્ય
કેશુભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી ધારાસભ્ય
કિશોર ચૌહાણ ધારાસભ્ય
નિમાબહેન આચાર્ય ધારાસભ્ય
બલરામ થાવાણી ધારાસભ્ય
પૂર્ણેશ મોદી ધારાસભ્ય
જગદીશ પંચાલ ધારાસભ્ય
કેતન ઈનામદાર ધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયા ધારાસભ્ય
રમણ પાટકર રાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારી ધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલ ધારાસભ્ય
અરવિંદ રૈયાણી ધારાસભ્ય
રાઘવજી પટેલ ધારાસભ્ય
જયેશ રાદડિયા કેબિનેટ મંત્રી
અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકી સંસદસભ્ય
રમેશ ધડુક સંસદસભ્ય
હસમુખ પટેલ સંસદસભ્ય
અભય ભારદ્વાજ સંસદસભ્ય

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.