સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ – કોરોનાથી બચાવતા સેનેટાઇઝરથી થઈ શકે છે આ મોટી બીમારી!

- કોરોના વાયરસમાં સૌથી વધારે જરૂરી છે હેન્ડ સેનેટાઈઝર
- મહામારી ફેલાઈ ત્યારથી જ વધી માંગ
- કેન્સર વધારતા કેમિકલનો ઉપયોગ થાય છે સેનેટાઈઝરમાં

કોરોનાના કારણે ફરીવાર વિશ્વભરમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે ભારતમાં માર્ચ મહિનામાં જ મહામારીની શરૂઆત થઈ હતી અને આ વર્ષે પણ માર્ચ મહિનામાં જ મહામારી ફરીથી ભયાનક રૂપ લઈ રહી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે વાપરવામાં આવતું સેનેટાઈઝર ખતરનાક સાબિત થઈ શકે છે તેવી એક સ્ટડી સામે આવી છે.

કોરોના વાયરસથી બચવા માટે દરેક માણસને હાથ સેનેટાઈઝ કરવા અને માસ્ક પહેરવાની સલાહ આપવાં આવી રહી છે ત્યારે જે સેનેટાઈઝર કોરોના સામે સૌથી મોટો હથિયાર છે તેમ કેન્સર વધારતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી જેમ જેમ વધતી જઈ રહી છે તેમ તેમ વાયરસથી બચવા માટે સેનેટાઈઝરની માંગ આખા વિશ્વમાં વધી ગઈ છે. અને આ વસ્તુનો ઉદ્યોગ પણ હવે તો ખૂબ મોટો થઈ ગયો છે ત્યારે સેનેટાઈઝરના લાંબા ઉપયોગથી કેન્સર અને ત્વચાના રોગનો ખતરો વધી શેક છે.
વેલીઝરની એક રિપોર્ટમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે કોરોના વાઇરસ મહામારી ફેલાઈ તે બાદ કેટલીક બ્રાન્ડના 260 હેન્ડ સેનેટાઈઝરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 44 એવા છે જેમાં બેન્ઝીન નામનું ખતરનાક કેમિકલ ઉમેરવામાં આવે છે જેનાથી કેન્સર થાય છે. બેન્ઝીન એક તરલ કેમિકલ છે જે રંગહીન હોય છે અને ઉચ્ચ સ્તરમાં તેના સંપર્કમાં આવી જવાથી રક્ત કણિકાઑ કામ કરતી બંધ થઈ જાય છે અને વ્હાઇટ સેલ્સ ઓછા થઈ જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક એજન્સીએ આ બેન્ઝીનની ઓળખ એક કાર્સીનોઝેનના રૂપમાં કરી છે. કાર્સીનોઝેનને સૌથી વધારે જોખમી શ્રેણીમાં રાખવામાં આવે છે. કાર્સીનોઝેન એક એવો પદાર્થ છે જે શરીરમાં કર્ક રોગ પેદા કરવાની સંભાવના બનાવે છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
