ભારતીય આર્મી અને નેવીમાં મહિલા અધિકારીઓને સ્થાઈ કમીશન આપવાની માંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આર્મી એક મહિનાની અંદર મહિલા અધિકારીઓ માટે સ્થાઈ કમીશન આપવા પર વિચાર કરે અને ઉચિત પ્રક્રિયાનું પાલન કરીને તેમને સ્થાઈ કમીશન આપે.

આ સિવાય સુપ્રીમ કોર્ટે પરમનન્ટ કમીશન માટે મહિલા અધિકારીઓ માટે બનાવવામાં આવેલા મેડિકલ ફિટનેસના માપદંડોને પોતાની મરજ મુજબના અને તર્કહીન ગણાવ્યા. સમાજની પ્રતિષ્ઠા પુરુષો દ્વારા પુરુષો માટે જ બનાવવામાં આવી છે. જો સમયની સાથે તેમાં ફેરફાર કરવામાં આવ્યો નહિ તો મહિલાઓને પુરુષો જેટલી તક મળી શકશે નહિ.

સેનાની પ્રક્રિયાથી સુપ્રીમ કોર્ટ નારાજ
ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડે કહ્યું કે 250ની સીલિંગને 2010 સુધી પાર કરવામાં આવી નથી. જે આંકડાઓને રેકોર્ડ પર રાખવામાં આવ્યા છે, તે કેસના બેન્ચમાર્કિંગથી વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું કે સેનાએ અપનાવેલા માપદંડોની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે. આર્મીમાં કોઈનું કેરિયર ઘણા ટ્રાયલ પછી શરૂ થાય છે એવા સંજોગોમાં વધુ મુશ્કેલી સર્જાય છે, જ્યારે સમાજ મહિલા પર ચાઈલ્ડ કેર અને ઘરેલુ કામની જવાબદારી નાંખે છે.

મૂલ્યાંકન પ્રક્રિયા ફરીથી નિશ્ચિત કરોઃ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેવાઓનો ગુપ્ત રેકોર્ડ જાળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક હોવી જોઈએ. તેના મૂલ્યાંકનની પ્રક્રિયાને ફરીથી નિશ્ચિત કરવી જોઈએ, જેથી કોઈપણ અધિકારી સાથે ભેદભાવ ન થાય. સુપ્રીમ કોર્ટે સૈન્યમાં ઘણી મહિલા અધિકારીઓને તેમની તંદુરસ્તી, અન્ય યોગ્યતાઓ અને શરતો પૂરી કર્યા હોવા છતાં કાયમી કમિશન ન અપાતા નારાજગી વ્યક્ત કરી હતી.

ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો
17 વર્ષની કાયદાકીય લડત લડ્યા પછી ગત વર્ષે ફેબ્રુઆરીમાં સૈન્યમાં મહિલાઓને સમાન અધિકાર મેળવવાનો માર્ગ મોકળો બનાવાયો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જે મહિલા અધિકારીઓ આ વિકલ્પ પસંદ કરવા માંગતા હોય તેમને ત્રણ મહિનાની અંદર સેનાની અંદર કાયમી કમિશન આપવું જોઈએ.

કાયમી કમિશન એટલે શું?

  • સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં, શોર્ટ સર્વિસ કમિશન (SSC)માં 14 વર્ષ સેનામાં ફરજ બજાવતા પુરુષોને જ કાયમી કમિશનનો વિકલ્પ મળી રહ્યો હતો, પરંતુ મહિલાઓને આ અધિકાર અપાયો નહોતો. બીજી તરફ, એરફોર્સ અને નેવીમાં મહિલા અધિકારીઓને પહેલેથી જ કાયમી કમિશન મળી રહ્યું છે.
  • શોર્ટ સર્વિસ કમિશનમાં 14 વર્ષ સેવા આપીને મહિલાઓ નિવૃત્ત થઈ જાય છે. હવે તેઓ કાયમી કમિશન માટે અરજી કરી શકે છે. જે મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે, તેઓ આગળ પણ સેવા ચાલુ રાખી શકશે અને તેમના રેન્કના આધારે નિવૃત્ત થશે.
  • મહિલાઓને હવે સેનામાં સમાન અધિકાર મળશે. આર્મીના તમામ 10 પ્રવાહમાં મહિલાઓને કાયમી કમિશન મળશે – આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, એન્જિનિયર, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર, આર્મી સર્વિસ કોર્પ, ઇન્ટેલિજન્સ, જજ, એડવોકેટ જનરલ અને એજ્યુકેશનલ કોર્પ.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.