Shreyas Iyer ઇંગ્લેંડ સામેની શરુઆતની વન ડે શ્રેણીમાં ખભાના હાડકાની ઇજાને લઇને હવે આઇપીએલની 14 મી સિઝન ગુમાવી ચુક્યો છે. આ માટે દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) સત્તાવાર જાણકારી આપી છે કે, શ્રેયસ ઐયર હવે આઇપીએલ ટૂર્નામેન્ટ (IPL 2021) થી બહાર થઇ ગયો છે. દિલ્હી કેપીટલ્સના સહ માલિક પાર્થ જીંદાલએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે, કેપ્ટન શ્રેયસ ઐયર ઇજાને લઇને IPL 2021 થી બહાર થઇ ગયો છે.

આશા છે કે, તે જલ્દીથી સ્વસ્થ થઇ જશે. વિશ્વાસ છે કે કે તમે મજબૂત થઇને પરત ફરશો. T20 વિશ્વકપમાં આપની જરુરીયાત છે.

જોકે BCCI એ આ અંગે હજુ સુધી કોઇ જ અધિકારીક નિવેદન આ સંદર્ભને લઇને આપ્યુ નથી. જોકે સ્કેનમાં તેમની ઇજાને લઇને જાણકારી મળી રહી છે તે મુજબ તેને સર્જરીની જરુરિયાત છે. પ્રથમ વન ડે મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન બેયરસ્ટોના શોટને રોકવા દરમ્યાન તેને ડાબા ખભા પર ઇજા પહોંચી હતી. ઐયરના બહાર થવાને લઇને બીજી વન ડે મેચમાં સૂર્યકુમાર યાદવ ને વન ડે ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે.

9 એપ્રિલ થી શરુ થનારી ઇન્ડીયન પ્રિમિયર લીગમાં તેણે કેપ્ટનશીપ કરવાની હતી. 26 વર્ષીય ઐયર ઇંગ્લેંડ સામે પુણે વન ડે માં બેટીંગ દરમ્યાન 6 રન કરીને આઉટ થયો હતો. શ્રેયસ અંતિમ આઇપીએલ સિઝનમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડી હતી. તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ ઋષભ પંત, ઓસ્ટ્રેલીયાઇ સ્ટીવ સ્મિથ અથવા સિનીયર ઓફ સ્પિનર આર અશ્વિનને સોંપવામાં આની શકે છે.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.