કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે દિલ્હીમાં રેશનકાર્ડ ધારકોને બે મહિના માટે મફત રેશન મળશે. તેમજ તમામ રીક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરોને દરેકને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ અંતર્ગત દોઢ લાખ જેટલા ઓટો-ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં જ મજૂરોને પણ આવી સહાય આપવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે આ દરમિયાન અપીલ કરી છે કે કોરોનાને કારણે દિલ્હીમાં એક મુશ્કેલ સમય આવી ગયો છે, જે લોકો કોઈની મદદ કરી શકે, તો મદદ કરે. જો કોઈને ખોરાક પહોંચાડવો હોય, પથારી, સિલિન્ડર અથવા અન્ય કંઈપણમાં મદદ કરવી હોય, તો તે કરો.

છેલ્લા ઘણા દિવસોમાં દરરોજ વીસ હજારથી વધુ કેસ અને ચારસોથી વધુ લોકોનાં મોત થાય છે. દિલ્હીની હોસ્પિટલોમાં પથારી, ઓક્સિજન અને અન્ય તમામ સુવિધાઓની અછત છે.

સામાન્ય માણસને લોકડાઉનમાં પડી રહેલી તકલીફો સામે કેજરીવાલ સરકારનો આ નિર્ણય ખુબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે એમ છે. અમે ઇચ્છીએ છીએ કે પરિસ્થિતિ સુધરતાં જ લોકડાઉન દૂર કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *