ગુજરાતમાં દારૂબંધી છે અને અવારનવાર બુટલેગરો દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘુષણખોરી કરાવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ બુટલેગરો ના બદ ઈરાદાઓને ગુજરાત પોલીસ નાકામ કરતી હોય છે ત્યારે અંબાજી ખાતે પણ અંબાજી પોલીસને મોટી સફળતા મળી છે 42 દારૂની બોટલો સાથે એક ઇસમને અંબાજી પોલીસ ના જવાનો એ ઝડપી પાડયો હતો

વાત કરવા માં આવે કે શકિતપીઠ અંબાજી મંદિર ગુજરાત નુ લોકપ્રિય તીર્થસ્થળ છે આં યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું ધામ છે અંબાજી મંદિર ખાતે વિવિધ જગ્યાઓ પર અલગ અલગ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે ત્યારે અંબાજી યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતો અને મંદીર ના પ્રસાદ ભેટ કેન્દ્ર અને ગુજરાત હોમ ગાર્ડ મા નોકરી કરતો હર્ષ હરેશભાઈ દવે આજે સવારે પોતાની અલ્ટો ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂની 42 બોટલો સાથે અંબાજી પોલીસ ના હાથે ઝડપાઈ ગયો હતો

અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી પ્રમાણે ઠાકોર શામળભાઈ ની હોટલ પાસે અમદાવાદ પાર્સીંગ ની અલ્ટો કાર શંકાસ્પદ લાગતા અંબાજી પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ રઘુનાથભાઈ કાર એ ચેક કરતા આ કાર માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની 42 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત 52,200 રૂપિયા છે સાથે અલ્ટો કાર ની કિંમત 80,000 રૂપિયા અને મોબાઇલ 5000 સહિત કુલ 1,37,200 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ ગુના ની વધૂ તપાસ પી.એસ.આઇ લિમબાચિયા સાહેબ ચલાવી રહ્યા છે.

 

અંબાજી મંદિર ના વહીવટદાર નું આ બાબતે નિવેદન

આ કર્મચારી અંબાજી મંદિર નો કર્મચારી નથી, આ જે એજન્સી નુ ટેન્ડર છે તેનો કોન્ટ્રાક્ટ કર્મચારી છે અને અમે આ કર્મચારી ને તાત્કાલીક અસરથી છુટ્ટો કરવા માટે ની સુચના પણ આપી દીધી છે.

 

અંબાજી હોમ ગાર્ડ કમાન્ડર ભૂપેન્દ્ર જોષી નુ નિવેદન

ભૂપેન્દ્ર જોષી એ કહ્યુ હતું કે આજે સવારે મને આ ઘટના ની જાણ થતાં તેનો રિપોર્ટ કરેલ છે અને તેને તાત્કાલીક અસરથી હોમ ગાર્ડ ની ફરજ પરથી છુટ્ટો કરવામાં આવેલ છે.

 

હર્ષ દવે હોમ ગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો

પોતાની રોયલ લાઇફ થી ચર્ચા મા રહેલો હર્ષ દવે મંદીર ની નોકરી પૂરી કર્યા બાદ પાર્ટ ટાઇમ હોમગાર્ડ જવાન ની નોકરી કરતો હતો અને પોલીસ નો વટ મારતો હતો..

 

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.