ટીમ ઈન્ડીયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે (Yuvraj Singh) પોતાનો લુક બદલ્યો છે. યુવીએ હાલમાં રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)માં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. મેન ઓફ ધ સિરીઝ માટે પણ તેની પસંદગી થઈ હતી. યુવરાજ સિંહે સિરીઝ દરમ્યાન લાંબા અને ઘૂંઘરાળા વાળમાં જોવા મળ્યો હતો. તેણે પ્રખ્યાત હેયર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમ (Alim Hakeem) પાસે પોતાના હેયર કટ કરાવ્યા હતા. જેનાથી હવે યુવરાજનો પૂરો લુક જ બદલાઈ ગયો છે.

યુવરાજ સિંહે પોતાના નવા લૂકનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વહેતો કરતા, ફેન્સ પણ તેના નવા લૂકને પંસદ કરવા લાગ્યા છે. યુવીએ તેના ઈન્સ્ટાગ્રામ પર નવા લૂક અને હેયર કટનો ફોટો શેર કર્યો હતો. સાથે જ યુવીએ પૂછ્યુ હતુ કે, તેમનો નવો લૂક કેવો લાગી રહ્યો છે? જેના પર બોલીવુડ એકટ્રેસ કિમ શર્માએ પણ કોમેન્ટ કરી હતી. જેને લઈને ફેન્સે પણ તેને ટ્રોલ કરી દીધી હતી.

યુવરાજ સિંહ અને કિમ શર્મા બંને એક બીજાને ડેટ કરતા હોવાના સમાચારો ચમકી ચુકેલા છે. યુવીએ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે અને જ્યારે કિમ શર્માએ યુવીના ફોટો પર કોમેન્ટ કરી તો ફેન્સે કિમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધુ હતુ.

યુવરાજ સિંહની પોસ્ટ પર ઈરફાન પઠાણ અને શિખર ધવને પણ કોમેન્ટ કરી હતી. જુઓ કિમ શર્માને લોકોએ કેવી કરી છે ટ્રોલ.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.