અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા સરકાર દ્વારા ધુળેટીમાં રંગોત્સવ  ઉજવવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે.ત્યારે ઇસનપુર પોલીસે લોકોમાં જાગૃતા લાવવા અનોખો પ્રયાસ કર્યો છે. એટલે શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઇસનપુરના પોલીસ સ્ટાફે એ લોકોને ધુળેટીમાં રંગોત્સવથી દૂર રહેવા સમજાવ્યા હતા.ઇસનપુર પોલીસે પ્લેકાર્ડ પર એક અપીલ કરતો મેસેજ આપી લોકોને સમજાવ્યા હતા. આની સાથે જ નાગરિકોને માસ્કના વિતરણ સાથે હોળીના તહેવારમાં મર્યાદિત લોકોની વચ્ચે સામાજિક અંતર રાખી ને હોળી પ્રગટાવવા અપીલ કરી હતી.

ઇસનપુર વિસ્તારમાં સ્થાનિકો માસ્ક વિતરણ કરી અને લોકોને સમજણ અપાઇ

અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન પીઆઇ જે.વી.રાણા અને પોલીસ સ્ટાફ દ્વારા ઇસનપુર વિસ્તારમાં સ્થાનિકો માસ્ક વિતરણ કરી અને લોકોને સમજણ અપાઇ હતી કે આ વર્ષે ધૂળેટીના રંગોથી અળગા રહીને કોરોનાના ચેપથી બચવા ના ઉપાયો બતાવ્યા હતા..જો કે ઇસનપુર પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી રસ્તા પર ઉભા રહીને પ્લે કાર્ડમાં અલગ અલગ સંકલ્પો દ્વારા વાહન ચાલકો સમજાવામાં આવી રહ્યા છે.

કોરોનાની મહામારી અટકાવવા અને સંક્રમિત ન થાય માટે ઇસનપુર પોલીસ શાંતિ સમિતિ બેઠક બોલાવી લોકોને સમજાવી રહ્યા છે.

રાત્રે નવ વાગેથી સવારે 6 વાગે સુધી કર્ફ્યૂ

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ Coronaના કેસ સતત વધી રહ્યા છે. તેવા સમયે ગુજરાત સરકારે કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે કોરોના કેસને કાબૂમાં લેવા માટે સુરત,અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કર્યો છે. જેમાં રાત્રે નવ વાગેથી સવારે 6 વાગે સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. તેમજ શનિવાર અને રવિવારના રોજ મોલ અને સિનેમા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હોળી -ધૂળેટી માટે રાજ્ય સરકારે ગાઈડ લાઇન જાહેર કરી

ગુજરાતમાં Corona ના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

હોળી-ધુળેટીમાં ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.