અમદાવાદ)ની SVP હોસ્પિટલની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ માટે કલાકો સુધી રઝળ્યા બાદ કોરોના પોઝિટીવ દર્દી માટે સિવિલ હોસ્પિટલ સંકટમોચક બની છે. SVPમાં સારવાર ન મળતા 81 વર્ષના વૃદ્ધને સિવિલમાં દાખલ કરાયા. SVPના સત્તાધીશોની તાનાશાહી અને મનમાની સામે આખરે મહિલાએ હારી માની હતી.

ત્યારે SVPના તંત્રની દાદાગીરીથી ત્રસ્ત થયેલી પાલડીની મહિલાએ વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં અનેક નેતાઓની મદદ માગ્યા બાદ પણ દર્દીને બેડ મળ્યો નહતો. ત્યારે બિમાર સસરાને દાખલ કરવા માટે મહિલાએ મદદ માટે ગુહાર લગાવી હતી.

SVPના સત્તાધીશોએ દર્દીને ધરાર દાખલ કરવાનો નનૈયો ભણ્યો હતો. ત્યારે સત્તાધીશોએ બેડ ખાલી ન હોવાનું કહી વૃદ્ધને દાખલ કર્યા નહતા.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.