- CBIએ શ્રીગંગાનગર અને અમદાવાદમાં પણ દરોડા માર્યા.
- બેંક ફ્રોડ સાથે જોડાયેલી 30 FIRને લઈને આ કાર્યવાહી કરવામાં આવી.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ગુરૂવારે 11 રાજ્યોના 100 લોકેશન પર દરોડા માર્યા. આ કાર્યવાહી 3,700 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ મામલે કરવામાં આવી. આ ફ્રોડને લઈને દેશભરમાં 30 FIR દાખલ થઈ છે.

CBIના સ્પોક્સપર્સન આર સી જોશીએ જણાવ્યું કે દેશની અલગ અલગ બેંકમાંથી મળેલી ફરિયાદોના આધારે ફ્રોડ કરનારાઓ વિરૂદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આ દરોડા મારવામાં આવ્યા છે. ફરિયાદ કરનારી બેંકમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, PNB, SBI, IDBI, કેનરા બેંક, ઈન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામેલ છે.
જયપુર, ભોપાલ અને અમદાવાદમાં પણ કાર્યવાહી
આ બેંકની ફરિયાદના આધારે કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોયડા, ગુડગાંવ, ચેન્નાઈ, તિરુવરુર, વેલ્લોર, બેંગ્લુરુ, ગુંટૂર, હૈદરાબાદ, બલ્લારી, વડોદરા, કોલકાતા, પશ્ચિમ ગોદાવરી, સુરત, મુંબઈ, ભોપાલ, નિમાડી, તિરૂપતિ, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, રાજકોટ, કરનાલ, જયપુર અને શ્રીગંગાનગરમાં રેડ મારવામાં આવી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
