• કોરોનાગ્રસ્ત પીએમ ઈમરાન ખાને કરી મીટિંગ 
  • વર્ચ્યુઅલની જગ્યાએ બોલાવી ફિઝિકલ મીટિંગ 
  • પાકિસ્તાનના IT મિનિસ્ટરે તસવીરો શેર કરતાં થઈ બેઈજ્જતી
             

મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ સમયમાં તેઓ તેમની મીડિયા સલાહકાર ટીમની સાથે બેઠક કરી રહેલા દેખાઈ રહયા છે, મહત્વનું છે કે પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રીના એકાઉન્ટ પરથી બે તસવીરો શેર થયા બાદ આ મામલો ચગ્યો હતો અને સોશિયલ મીડિયા પર આ તસવીરો ઇમરાન ખાનની નવી મજાકનું કારણ બની ગઈ હતી.

PM ઈમરાન ખાને એવું કર્યુ કે પાકિસ્તાનની ફરી એક વખત વિશ્વભરમાં થઈ ફજેતી

મહત્વનું છે કે આ મિટિંગની પહેલા જ 20 માર્ચે ઇમરાન ખાન અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેશનમાં રહેવાની જગ્યાએ આવી રીતે મિટિંગ કરી રહેલા દેખાય છે જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ઘણી બેઇજ્જતી થઇ છે, જો કે આ મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ રહેલું દેખાઈ રહ્યું છે, અને ઇમરાન ખાન પોતે માસ્ક લગાડીને બેઠા છે, તો પણ યુઝર્સે તેમને નિશાના પર લીધા હતા, અમુક યુઝર્સે કહ્યું હતું કે આ ખૂબ જ ખોટું અને બેજવાબદારીભર્યું છે., રજા હારુન નામના એક નેતાએ તો કહ્યું કે આપણા પ્રધાનમંત્રીએ એક ખરાબ ઉદાહરણનું ગંદુ પ્રઝેન્ટેશન આપ્યું, આ મીટિંગ જો ખરેખર એટલી જ જરૂરી હતી તો તેને વર્ચ્યુઅલ માધ્યમથી પણ કરી શકાય તેમ હોત, આ કોરોના ગાઇડલાઇન્સ અને એસઓપીનું ઉલ્લંઘન છે, ખરાબ સલાહકારોની અક્ષમ ટીમ.

આ સિવાય એકે યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે આમને બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનની જેમ સમજવું જોઈએ. તો વળી એક યુઝરે આ તસવીરો શેર કરનાર મંત્રીને પણ  તેમનો કોરોના રિપોર્ટ કઢાવી લેવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે પાક પીએમ ઈમરાન ખાને ચીનની sinovac વેક્સિન લીધી હતી, તેમ છતાંય તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.