અમદવાદામાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છતાં મોટેરા સ્ટેડિયમ પર ક્રિક્રેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે તેઓ ભય વ્યક્ત કરવમાં આવ્યો હતો કે મેચને કારણે ઉમટેલી ભીડને જોતા સંક્રમણ ફેલાઇ શકે છે. તે બાબતને સમર્થન મળતું હોય તેમ IIMના જે પાંચ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે, તેઓ સ્ટેડિયમાં મેચ જોવા ગયા હતા. અને ત્યાંરથી સંક્રમણ લાગ્યું છે. આ બાબતનો ખુલાસો હેલ્થ ઓફિસરે કર્યો છે.

અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસમાં કોરોનાના કેસનો આંકડો 40 પર પહોંચતાં ખળભળાટ મચી ગયો છે. IIM કેમ્પસમાં થયેલા કોરોના વિસ્ફોટ માટે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જવાબદાર છે.

12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા IIMના 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ IIMના આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના થયો હોવાની વિગતો છૂપાવી હતી.

ડો. મેહુલ આચાર્ય (ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઉત્તર પશ્ચિમઝોન)એ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસના વિદ્યાર્થીઓએ AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ IIM કેમ્પસનું સરનામું નહોતું આપ્યું. તેના બદલે તેમણે વતનના સરનામાં આપ્યાં હતાં. દરમિયાનમાં IIM કેમ્પસમાં કેસ વધતાં તપાસ કરાતાં  વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ કરાતાં 17 વિદ્યાર્થીના કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતાં આ વાત બહાર આવી હતી. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIMના પ્રોફેસર કોરોના સંક્રમિત હોવાનું AMCનું અનુમાન છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.