શહેરના મેઘાણીનગર વિસ્તારમાં છરી વડે હુમલાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં એકની હાલાત ગંભીર છે. જ્યારે બીજી ઘટનામાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જુની અદાવત રાખી શખ્સે પત્નીના પૂર્વ પતિને ચાકુના ઉપરાછાપરી ઘા માર્યા હતા. જો કે હાલ સારવાર હેઠળ છે.

જ્યારે બીજી ઘટનમાં નજીવી બાબતમાં ચાર બદમાશોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો હતો. હાલ બન્ને યુવકો પણ સારવાર હેઠળ છે. ત્યારે આ મામલે મેઘાણીનગર પોલીસે બન્ને ફરિયાદને આધારે ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.

મેઘાણીનગર વિસ્તારમાં ચંદનનગર ભાર્ગવ રોડ ખાતે આવેલ મોહનભાટીની ચાલીમાં રહેતા જીતેન્દ્રસિંહ તોમરની અદાવત રાખી મનિષ બધેલ નામના શખ્સે ઘાતકી હુમલો કર્યો હતો. મનિષ બધેલ અડધી રાતે ઘરમાં ઘુસી જીતેન્દ્રસિંહને ચાકુના ઘા મારી ફરાર થઇ ગયો હતો.

ફરિયાદ મુજબ, જીતેન્દ્રસિંહ તોમરના 2016માં વટવા ખાતે રહેતી યુવતી સાથે લગ્ન થયા હતા. જો કે એક મહિલા પહેલા યુવતીએ છુટાછેડા લઇ મેઘાણીનગર વિસ્તારમાં રહેતા મનિષ બધેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. ગત રોજ જીતેન્દ્રસિંહ તોમર ઘરે એકલા હતા તે દરમિયાન અડધી રાતે પૂર્વ પત્નીનો પતિ મનિષ બધેલ ધસી આવ્યો હતો. અને ગાળાગાળી કરી અચાનાક જીતેન્દ્રસિંહને ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં જીતેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

મૃતકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા દિકારાની પત્નીએ છુટાછેટા છેડા આપી મનિષ બધેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેને લઇ અવાર નવાર ઝઘડા થતાં હતા. જેની અદાવત રાખી મનિષે મારા દિકરા પર હુમલો કર્યો હત. આ મામલે મૃતકની માતાએ મનિષ બધેલ સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

બે યુવકો પર ચાકુ વડે હુમલો, ચાર સામે ફરિયાદ

નજીવી બાબતમાં યુવક પર ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. જેમાં વચ્ચે છોડાવવા આવેલ યુવકને પણ પેટમાં ચાકુ મારી દીધુ હતું. રામેશ્વર કુંભાર ચાલીમાં રહેતો રવિંદર યાદવ ગત રોજ ચાલીના નાકે ઉભો હતો તે દરમિયાન આકાશ સાહની અને પંકજ નિસાદ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તું ચાલીનો દાદા થઇ ગયો છે તેમ કહી રવિંદર સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ રવિંદર અને તેનો સમજાવવા આકાશના ઘરે ગયા હતા. આ દરમિયાન ઘર આગળ આકશ સાહની, તેના મિત્રો પંકજ નિષાદ, રોહન રાજપુત અને રાજેશ સાહની હાજર હતા. તું અહીયા કેમ આવ્યો છે જતો રે તેમ કહી આકાશે ગંદી ગાળો આપી બોલાચાલી કરી હતી.

જો કે મામલો વધુ તંગ બનતા આકાશે ચાકુ કાઢી રવિંદરને માથામાં અને ડાબા હાથમાં મારી દીધુ હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં પાડોશી સુરેશ સાહની વચ્ચે પડી છોડાવવાની કોશિશ કરતા હતા. ત્યારે આકાશે કહ્યું તું કેમ વચ્ચે પડે છે, તેમ કહી પેટના ભાગે ચાકુ મારી દીધુ હતુ.

રવિંદર અને સુરેશને ચાકુ વાગતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. તો બીજી તરફ રવિંદરના ભાઇએ બુમાબુમ કરતા આરોપી ભાગી ગયા હતા. આ હાલ બન્ને યુવકો સારવાર હેઠળ છે. તો બીજી તરફ મેઘાણીનગર પોલીસે આકાશ સહિત ચાર યુવકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.