અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. એક વર્ષ પહેલા થયેલા ઝઘડાને લઇ યુવકે વાત કરવાનું ના કહેતા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને મારા મારી કરી યુવકને ચાકુના બેથી ત્રણ ઘા મારી દીધા હતા.

અમરાઇવાડી વિસ્તારમાં શકિતનગર ખાતે રહેતો હરિશ ડોડિયા રોજની જેમ છુટક મજૂરી માટે ગુજરાત બોટર્લી ચાર રસ્તા પાસે કામ મળવાની રાહ જોઇને ઉભો હતો.

આ દરમિયાન શકિતનગરની સામે ગણેશનગરમાં રહેતો અનિલ વાઘેલા આવ્યો હતો. અને વાત કરવા લાગ્યો હતો. જો કે હરિશે વાત કરવાનું ના પાડી કહ્યું હતું કે આજથી એક વર્ષ પહેલા આપણા વચ્ચે ઝઘડો થયો હતો. તે વખતે બન્ને વચ્ચે મારા મારી થઇ હતી. જેથી હવે મારી તારે કોઇ સંબંધ રાખવા નથી. તેમ કહતા બન્ને વચ્ચે ફરી સામાન્ય બબાલ થઇ હતી. બાદમાં હરિશને કામ મળતા તે જતો રહ્યો હતો.

ત્યારબાદ સાંજના સમયે હરિશ ઘરની બાજુમાં આવેલ જૈન મંદિર નજીક દવાખાના પસે ઉભો હતો. તે દરમિયાન અનિલ ફરી ત્યાં આવી પહોંચ્યો હતો. અને સવારે થયેલી બબાલની અદાવત રાખી જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જો કે હરિશે ગાળો હોલવાનું ના કહેતા અનિલ ઉશ્કેરાઇ ગયો હતો અને પીઠ પાછળ ચાકુના ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા મારી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં હરિશ ભાઇ અર્ધબેભાન થઇ નીચે ઢળી પડ્યા હતા. ત્યાર બાદ સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ મામલે હરિશે અમરાઇવાડી પોલીસ મથકમાં અનિલ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.