રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે લોકો હવે રંગોથી રમી નહિ શકે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય.

9 વાગ્યા સુધી હોળીદહન કરી લેવાનું રહેશે 
ડીસીપી ડૉ હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હોળી અને ધૂળેટીના પર્વ પર જાહેર રસ્તાઓ અને મિકલતો રંગ ન નાંખવો. સાથે જ તહેવારો પર રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેના પર પ્રતિબંધ છે. તેમજ અમદાવાદમાં રાત્રે 9 વાગ્યા પહેલા હોળી દહન કરી દેવું અને કરફ્યૂના 9 વાગ્યાના સમય પહેલા ઘરે પહોંચી જવાનો અમલ કરવો પડશે.

સાથે જ અમદાવાદમાં પ્રતિબંધ મુજબ કોઈ પણ ધૂળેટી નહિ રમી શકાય. આપેલી સૂચનાઓનો ભંગ થશે તો કાયદાકીય પગલાં લેવાશે. આ ઉપરાંત સબે બારાત અને હોળી ધુળેટીના બંને તહેવાર સાથે છે તો શાંતિ અને એકતાથી બંને તહેવાર ઉજવાય તે ધ્યાન રાખવું.

પોલીસ કમિશનરનું જાહેરનામુ….

  • રસ્તા પર આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય
  • કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય
  • માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધાશે
  • હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકશે
  • હોળી અને ધૂળેટીના દિવસે કોઈપણ કાર્યક્રમ આયોજિત નહિ કરી શકાય

હોળી-ધૂળેટીના તહેવાર પર પોલીસનો સખત પહેરો રહેશે. પોલીસ બંદોબસ્તમાં 12 ડીસીપી, 15 acp સહિતનો સ્ટાફ રહેશે. તો સાથે જ Raf ની બે કંપની, srp ની કંપની તૈનાત રહેશે. સાથે જ સંવેદનશીલ જગ્યાએ ડીપ પોઇન્ટ મૂકાશે. પેટ્રોલિંગ પણ સઘન રહેશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.