ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી વન ડે શ્રેણી (ODI Series) ની બીજી મેચ આજે રમાશે. પુણે (Pune) ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) માં શ્રેણી હાલમાં રમાઇ રહી છે. પ્રથમ વન ડે મેચમાં ઇંગ્લેંડ એ 66 રને હાર મેળવી હતી. આ મેચમાં ભારત તરફ થી 98 રનની શાનદાર ઇનીંગ ઓપનર શિખર ધવને (Shikhar Dhawan) રમી હતી.

બીજી વન ડે મેચમાં શિખર ધવન મેદાનમાં ઇંગ્લેંડ સામે ઉતરશે ત્યારે તેની નજર એક મોટા રેકોર્ડ પર હશે. ધવન વન ડે ક્રિકેટમાં 6 હજાર રન પુરા કરી શકવાનો મોકો છે. વન ડે ક્રિકેટમાં 6 હજાર પૂરા કરવા માટે 94 રનની જરુર છે. ગબ્બર જો બીજી વન ડેમાં આ ખાસ મુકામ પર પહોંચી જાય છે તો, તે ભારત તરફ થી વિરાટ કોહલી (Virat Kohli) બાદ સૌથી ઝડપી 6 હજાર રન પૂરા કરાનારો બેટ્સમેન બની જશે.

ભારત તરફ થી સૌથી ઝડપી 6 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. જેણે 136 ઇનીંગમાં જ ઉપલબ્ધી હાંસલ કરી હતી. શિખર ધવન બીજી વન ડે મેચમાં જો 94 રન બનાવી લેવામાં સફળ રહે છે તો, તે 138 ઇનીંગમાં જ આ મુકામ હાંસલ કરી લેશે. ધવન આમ કરનારો દશમો ભારતીય બેટસમેન બનશે. આ સાથે જ તે કેન વિલિયમસન ને પણ પાછળ છોડી શકે છે. જેણે પોતાના 6 હજાર રન પૂરા કરવા માટે 139 ઇનીંગ રમી હતી.

ભારત તરફ થી અત્યારે કોહલી બાદ સૌથી ઝડપ થી 6 હજાર રન પૂરા કરવાનારો ખેલાડી સૌરવ ગાંગુલી બીજા નંબર પર છે. તેણે પોતાના કેરિયરની 147 મી ઇનીંગમાં 6 હજાર રનના આંકડાને પાર કર્યો હતો.

T20 સિરીઝમાં ટીમ થી બહાર રહ્યા બાદ, પ્રથમ વન ડે મેચમાં ધવન ખૂબ સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે ટીમ માટે શાનદાર શરુઆત કરી હતી. ધવન એ રોહિત શર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી રમત રમી હતી જ્યારે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી રમત રમી હતી.

જોકે શિખર ધવન ફક્ત 2 રન માટે પોતાનુ શતક ચુકી ગયો હતો. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન અને પ્રસિદ્ધ કૃષ્ણાની ડેબ્યુ મેચમાં શાનદાર બોલીંગ કરવાને લઇને ભારતે ઇંગ્લેંડને પ્રથમ મેચમાં જ પરાસ્ત કરી દીધુ હતુ.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.