દિલ્લીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ તોફાની બની છે. ખેડૂતો પોલીસ બેરિકેડ તોડીને દિલ્લીમાં ઘૂસ્યા છે. પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મી પર હુમલો પણ કર્યો હતો. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો, સુરક્ષાકર્મી આમને-સામને આવી ગયા હતા. હિંસક પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે ટિયરગેસ છોડયા હતા.

 • 26 MAR 2021 21:27 PM (IST) – IND vs ENG 2nd ODI LIVE Score: ઈંગ્લેન્ડની 6 વિકેટથી જીત

ઈંગ્લેન્ડની 6 વિકેટથી જીત, શ્રેણી 1-1થી બરાબર

 • 26 JAN 2021 17:29 PM (IST) – લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચવી જોઈએ કહ્યું મોહન ભાગવતે

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચવી જોઈએ. કારણ કે બંધારણ કહે છે કે આપણે આપણા દેશને નાગરિક તરીકે ક્યાં લઈ જવો જોઈએ.

 • 26 JAN 2021 17:23 PM (IST) – કેન્દ્રીય ગૃહ સચિવે ગૃહ પ્રધાનને દિલ્લીની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી આપી
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હીની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.
 • 26 JAN 2021 17:21 PM (IST) – AAPનો આક્ષેપ, કેન્દ્ર સરકારે પરિસ્થિતિ બગડવા દીધી

AAPએ દિલ્હીમાં ખેડુતોના વિરોધ અંગે એક નિવેદનમાં કહ્યું છે કે અમે હિંસાની નિંદા કરીએ છીએ. દુ:ખની વાત છે કે કેન્દ્ર સરકારે આ હદ સુધી પરિસ્થિતિ બગડવા દીધી છે. છેલ્લા બે મહિનાથી આંદોલન શાંતિપૂર્ણ રહ્યું છે.

ખેડૂત નેતાઓએ કહ્યું છે કે જે લોકો આજે હિંસામાં સામેલ હતા તેઓ આંદોલનનો ભાગ ન હતા અને તે બાહ્ય તત્વો હતા. તેઓ જે પણ હતા, હિંસાએ ચોક્કસપણે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ચાલતા આંદોલનને નબળું બનાવી દીધું છે.

 • 26 JAN 2021 17:11 PM (IST) – લાલ કિલ્લો સંપૂર્ણ ખાલી કરાવી દેવાયો

લાલ કિલ્લો સંપૂર્ણપણે ખાલી કરી દેવાયો છે. હવે ફક્ત લાલ કિલ્લાની આસપાસ એવા ખેડુત છે કે જે ટ્રેક્ટરમાં આવીને લાલ કિલ્લા પરથી પસાર થઈ રહ્યા છે. લાલ કિલ્લાના કમ્પાઉન્ડની અંદર જ્યાં ધ્વજવંદન થાય છે તે વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો છે.

 • 26 JAN 2021 17:08 PM (IST) – ગૃહ મંત્રાલયમાં બેઠકોનો દૌર યથાવત, દિલ્હી પોલીસે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો

દિલ્હી હિંસા અંગે ગૃહ મંત્રાલયમાં સવારથી બેઠકોનો દૌર ચાલુ જ છે. જેમાં હિંસા સંબંધિત દરેક પાસાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં 3 મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ દ્વારા રચાયેલી એક વિશેષ ટીમ, દિલ્હી એનસીઆરના અધિકારીઓ પાસેથી વાસ્તવિક પરિસ્થિતિ વિશે સતત માહિતી લઈ રહી છે.

 • 26 JAN 2021 16:49 PM (IST) – કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
 • 26 JAN 2021 16:47 PM (IST) – માનસરોવર પાર્ક અને ઝિલમિલ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા

  દિલ્હી મેટ્રો રેલ નિગમ દ્વારા કહેવામાં આવ્યું છે કે માનસરોવર પાર્ક અને ઝિલમિલ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા છે.

 • 26 JAN 2021 16:45 PM (IST) – દિલ્હીમાં જે બન્યું તે શરમની વાત છે- સંજય રાઉત

  શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આજે દિલ્હીમાં જે બન્યું છે, હું તેને શરમની વાત માનું છું. આખું વિશ્વ આજે આપણા સૈન્ય પ્રદર્શનને નિહાળી રહ્યું હતું. આપણી સરકાર ત્યાં હાજર છે. પરંતુ બપોર પછી દુનિયાએ જે તસવીર જોઇ છે તે સરકાર કે પ્રદર્શનકારીઓ માટે યોગ્ય નથી. આ પહેલા આવું આંદોલન કોઈએ જોયું નથી. જે 2 મહિનાથી શાંતિપૂર્ણ ચાલતું હતું. પરંતુ આજે ખેડુતોએ પોતાનું ધૈર્ય ગુમાવ્યું છે.

 • 26 JAN 2021 16:32 PM (IST) – નોઇડા બોર્ડર પર દિલ્હી તરફથી આવતા રસ્તાઓ ખાલી કરાયા

  નોઇડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ દિલ્હી તરફનો રસ્તો ખાલી કરી દીધો હતો. પોલીસ પ્રશાસનના પ્રદેશ અધ્યક્ષ યોગેશ પ્રતાપ અને ભારતીય કિસાન સંઘ વચ્ચેની વાતચીતમાં દિલ્હી તરફનો રસ્તો ખુલ્લો કરવા મુદ્દે સમાધાન કરાયું હતું. ખેડૂતો દ્વારા પોલીસ વહીવટીતંત્રની માંગ સ્વીકારવામાં આવી હતી કે, જે ખેડુતો પર ગુંડા અધિનિયમનો આરોપ લાગ્યો છે અથવા અન્ય કેસો નોંધાયા છે. તેઓ પરત આવશે ત્યારે જ અમે આ રસ્તો ખોલીશું. પોલીસ વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોની માંગને સ્વીકારવામાં આવી હતી. અને, દિલ્હીથી આવતો રસ્તો ખોલવામાં આવ્યો છે.

 • 26 JAN 2021 16:26 PM (IST) – દિલ્લીમાં તંગ પરિસ્થિતિ વચ્ચે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય અધિકારીઓની બેઠક બોલાવી

  દિલ્હીમાં તંગ સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઇ છે. દિલ્હી, એનસીઆરના દરેક ભાગમાંથી હિંસા અંગેની માહિતી લેવામાં આવી રહી છે. જો જરૂરી હોય તો વધારાના સુરક્ષાદળોને એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે.

 • 26 JAN 2021 16:16 PM (IST) – યુધિષ્ઠિર બ્રિજથી સીલમપુર તરફ ટ્રાફિક અવરજવર બંધ કરાઇ

  હિંસક વિરોધને કારણે દિલ્હીના યુધિષ્ઠિર બ્રિજથી સીલમપુર તરફનો ટ્રાફિક અવરજવર બંધ કરાયો છે. ગીતા કોલોની અને સિગ્નેચર બ્રિજ તરફ ટ્રાફિક ફેરવ્યો હતો.

 • 26 JAN 2021 16:14 PM (IST) – ટિકરી બોર્ડર પર પ્રદર્શનકારીઓ ભારે પથ્થરમારો

  ટિકરી બોર્ડર પર ભારે પથ્થરમારો કરાયો, પ્રદર્શનકારીઓએ ITO દિલ્લી પોલીસ મુખ્યાલય ખાતે બે પોલીસની બસ અને પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી.

 • 26 JAN 2021 16:09 PM (IST) – હિંસક પ્રદર્શનકારીઓ અમારા ગ્રુપના નથી, સંયુક્ત કિસાન મોરચાનું નિવેદન

  સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન આપ્યું છે કે અમારા તમામ પ્રયત્નો છતાં કેટલાક સંસ્થાઓ અને વ્યક્તિઓએ આંદોલનના માર્ગનો ભંગ કર્યો છે. તેમણે નિંદાત્મક કૃત્યો કર્યા છે. અસામાજિક તત્વોએ શાંતિપૂર્ણ ચળવળમાં ઘુસણખોરી કરી છે. અમે હંમેશાં માન્યું છે કે શાંતિ આપણી સૌથી મોટી તાકાત છે અને કોઈપણ ઉલ્લંઘનથી ચળવળને નુકસાન થશે.

  એવું પણ કહેવામાં આવ્યું છે કે આજના ખેડૂત પ્રજાસત્તાક દિનની પરેડમાં અભૂતપૂર્વ ભાગ લેવા માટે અમે ખેડૂતોનો આભાર માનીએ છીએ. અમે આજે બનેલી અનિચ્છનીય અને અસ્વીકાર્ય ઘટનાઓને વખોડી રહ્યાં છીએ અને ખેદ વ્યક્ત કરીએ છીએ.

 • 26 JAN 2021 16:03 PM (IST) – ગાઝીપુર બોર્ડર પર બે પોલીસકર્મીઓને ઇજા થઇ

  દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગાઝીપુર બોર્ડર પર સવારે અધિક ડીસીપી પૂર્વ મનજીત અને આઈપીએસ અધિકારી સહિત બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. કેમ કે તેઓએ ખેડૂતોને બેરીકેડ તોડતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • 26 JAN 2021 15:48 PM (IST) – ગ્રે લાઇન પરના બધા સ્ટેશનોની એન્ટ્રી / એક્ઝિટ ગેટ બંધ કરી દેવાયા

   દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને માહિતી આપી છે કે ગ્રે લાઇન પરના તમામ સ્ટેશનોના પ્રવેશ અને એક્ઝિટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.

  • 26 JAN 2021 15:46 PM (IST) – નાંગલોઇમાં પોલીસનો લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ છોડયા

   દિલ્હીના નાંગલોઇ વિસ્તારમાં, સુરક્ષા કર્મચારીઓએ લાઠીચાર્જનો આશરો લીધો છે. વિરોધ કરી રહેલા ખેડુતોને પાછળ ધકેલવા માટે આંસુ ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે.

  26 JAN 2021 15:59 PM (IST) – ITOના રામચરણ અગ્રવાલ ચોકમાં ખેડુતોએ પડાવ નાંખ્યો

  ITOના રામચરણ અગ્રવાલ ચોકમાં ખેડુતોએ પડાવ નાંખ્યો છે. તેમાંના મોટાભાગના પ્રદર્શનકારીઓ પાસે લોખંડના સળિયા, લાકડીઓ, જેવા હથિયારો છે.

  26 JAN 2021 15:56 PM (IST) – દિલશાદ ગાર્ડન, ઝિલમિલ, જામા મસ્જિદ મેટ્રોનો પ્રવેશ અને એક્ઝિટ ગેટ બંધ કરાયો

  દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દિલશાદ ગાર્ડન, ઝિલમિલ અને માનસરોવર પાર્ક મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને એક્ઝિટ ગેટ બંધ છે. જ્યારે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના પ્રવેશ- એક્ઝિટ ગેટ પણ બંધ કરાયો છે.

  26 JAN 2021 15:51 PM (IST) – રાજકીય પક્ષોના લોકોએ આંદોલન કર્યું હતું – રાકેશ ટીકૈત

  હિંસક પ્રદર્શન પર ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈત કહ્યું હતું કે અમે હિંસા કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને ઓળખીએ છીએ. તેમની ઓળખ થઈ ગઈ છે. તેઓ રાજકીય પક્ષોના લોકો છે જે આંદોલનને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

  • 26 JAN 2021 15:40 PM (IST) – લાલ કિલ્લાના ગુંબજ પર ધ્વજારોહણ

   પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ બાદ વિરોધીમાંના એક પ્રદર્શનકારીએ લાલ કિલ્લાના ગુંબજ ઉપર ધ્વજવંદન કર્યું હતું.

  • 26 JAN 2021 15:38 PM (IST) – સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર પર ઇન્ટરનેટ બંધ

   ગૃહમંત્રાલયે સિંગુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર, મુકરબા ચોક અને નાંગ્લોઇ ખાતે સવારે 12:00 થી 23:59 સુધી અસ્થાયી ધોરણે ઇન્ટરનેટ સસ્પેન્ડ કર્યું છે.

  • 26 JAN 2021 15:37 PM (IST) – પોલીસે પ્રદર્શનકારીઓના પથ્થરમારા બાદ આંસુ ગેસના શેલ છોડયા હતા

   ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરુપે પીરગઢી તરફ પ્રયાણ કરે છે. વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પથ્થરમારો થયો છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે.

  • 26 JAN 2021 15:33 PM (IST) – એક પોલીસકર્મચારી થયો ઘાયલ

   લાલ કિલ્લા પોલીસ ચોકી પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની લડાઇમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો

  • 26 JAN 2021 15:31 PM (IST) – લાલ કિલ્લા નજીક પોલીસનો લાઠીચાર્જ

   મળતી માહિતી પ્રમાણે લાલ કિલ્લા પર એકઠા થયેલા ખેડૂતોને હટાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો છે. પોલીસ અને ખે઼ડૂતો વચ્ચે ચકમક પણ ઝરી હતી. જયારે ખેડૂતોએ આ વિસ્તારમાં તોડફોડ કરી છે.

  • 26 JAN 2021 14:35 PM (IST) – ગાઝીપુરમાં કિસાનોના કન્ટેનર્સને હટાવાયા

   દિલ્લીમાં ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ રાષ્ટ્રીય રાજમાર્ગ-9 પર રાખેલા કન્ટેનરોને હટાવી લેવાયા છે.

  • 26 JAN 2021 14:28 PM (IST) – પોલીસ અંતિમ ક્ષણો સુધી બળપ્રયોગ કે હથિયારોનો ઉપયોગ નહીં કરે- સૂત્રો

   પોલીસ અને અર્ધલશ્કરી દળો અંતિમ ક્ષણો સુધી તાકાત અથવા શસ્ત્રોનો ઉપયોગ કરશે નહીં. એવું જાણવા મળ્યું છે કે રેલીમાં સામેલ કેટલાક લોકો પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી ક્ષણો સુધી પોલીસને જોરદાર પાણીનો વરસાદ, બેરીકેડ્સ અને ટીયર ગેસનો ઉપયોગ કરવા કડક સૂચના આપવામાં આવી છે.

  • 26 JAN 2021 14:23 PM (IST) – હિંસા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી : રાહુલ ગાંધી

   રાહુલ ગાંધીએ લખ્યું કે હિંસાએ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જો કોઈને ઈજા થાય તો નુકસાન આપણા દેશનું થશે. દેશના હિત માટે કૃષિ વિરોધી કાયદો પાછો લો !

  • 26 JAN 2021 14:21 PM (IST) – દિલ્હી બોર્ડર પર હાલ 65 CRPF કંપની તૈનાત

   હાલમાં દિલ્હી બોર્ડર પર 40-50 સીઆરપીએફ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 15 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

   હાલમાં દિલ્હી અને સરહદ પર 60 થી 65 કંપનીઓ છે. જો જરૂર પડશે તો, વધુ જવાનો તૈનાત કરવામાં આવશે.

  • 26 JAN 2021 14:18 PM (IST) – લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાની ખેડૂતોની કોશિષ

   દિલ્લીમાં ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચ્યા હતા. અને, અહીં ખેડૂતોએ ઝંડો લહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે દિલ્લી પોલીસે ખેડૂતોને રોક્યા હતા.

  • 26 JAN 2021 14:07 PM (IST) – DELHI : ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા, RAFO ભારે હિંસા બાદ ITO પર તૈનાત

   ખેડુતોની ભીડ લાલ કિલ્લામાં પ્રવેશી છે . ઉત્તર દિલ્લીના ડીસીપીએ કહ્યું કે ઉત્તર દિલ્હી જિલ્લા પોલીસ આ વિસ્તારમાં સતત તૈનાત છે.  તેમણે જણાવ્યું કે ઘણા સમય બાદ પહેલીવાર કોઈ આંદોલનકારી સંગઠનનું ટોળું લાલ કિલ્લામાં પ્રવેશ્યું છે.

  • 26 JAN 2021 14:01 PM (IST) – DELHI : પોલીસ ખેડૂતોને હટાવવાનો પ્રયાસ કરી રહી છે

   પોલીસે ફરી ખેડુતો પર આંસુ ગેસના શેલ ફાયર કર્યા છે. પોલીસ ખેડુતોને આઇટીઓ મુખ્ય ચોકડીથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

  • 26 JAN 2021 13:58 PM (IST) – DELHI :ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા

   ખેડુતો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. ઘણા ખેડુતો લાલ કિલ્લાની બહાર ઉભા જોવા મળે છે.

  • 26 JAN 2021 13:53 PM (IST) – દિલ્લીમાં ખેડૂતોનો આક્રોશ બન્યો આંધળો, કયારે શાંત થશે આંદોલન ?
  • 26 JAN 2021 13:58 PM (IST) – DELHI :ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા

   ખેડુતો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. ઘણા ખેડુતો લાલ કિલ્લાની બહાર ઉભા જોવા મળે છે.

  • 26 JAN 2021 13:53 PM (IST) – દિલ્લીમાં ખેડૂતોનો આક્રોશ બન્યો આંધળો, કયારે શાંત થશે આંદોલન ?

 

 

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.