ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં આજે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાએ 2000નો આંક પાર કરી લીધો છે. જેમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 2190 કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે અને છ લોકોનાં કોરોનાના લીધે મોત થયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક પણ 10,000 ને પાર પહોંચી ગઇ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના સામે આવેલા આંકડા પર નજર કરીએ તો-

 • અમદાવાદમાં 613
 • સુરતમાં 745
 • વડોદરામાં 187
 • રાજકોટમાં 164 કેસ
 • ભાવનગરમાં 40
 • જામનગરમાં 47
 • ગાંધીનગરમાં 40 કેસ
 • જૂનાગઢમાં 9
 • પાટણમાં 45
 • મહિસાગરમાં 25
 • નર્મદામાં 25
 • દાહોદમાં 20
 • કચ્છમાં 20
 • ખેડા, મહેસાણા-19
 • સુરેન્દ્રનગરમાં 17
 • આણંદમાં 15
 • સાબરકાંઠામાં 15
 • ભરૂચમાં 13
 • પંચમહાલમાં 13
 • નવસારીમાં 12 કેસ

ગુજરાતમાં હાલ કોરોનાના 10,134 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4479 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે.

આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

20 માર્ચના રોજ કોરોનાને કેસની સંખ્યા 1565 પહોંચી

ગુજરાતમાં Corona ના કેસની ગતિ પર નજર કરીએ તો જોવા મળશે કે 05 માર્ચ સુધી કોરોનાના કેસ 515 હતા જો કે કેસમાં દરરોજ 100 કેસનો વધારો જોવા મળતો હતો. તેવા સમયે તેની બાદ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો હતો અને 20 માર્ચના રોજ કોરોનાને કેસની સંખ્યા 1565ના રોજ પહોંચી હતી. તેમજ તેની બાદ 24 માર્ચના રોજ કોરોનાના કેસ 1730 સુધી પહોંચ્યા હતા.

જયારે 25 માર્ચના રોજ કોરોનાનો વિસ્ફોટ થયો અને કેસ 1961 એ પહોંચ્યા હતા.

હોળી -ધૂળેટી માટે રાજ્ય સરકારે ગાઈડ લાઇન જાહેર કરી

ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

હોળી-ધુળેટીમાં ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.