દેશના 17 રાજ્યોમાં સ્થિત એકલવ્ય આદર્શ આવાસીય સ્કૂલો (EMRS)નું તાસીર અને તસવીર બદલવા માટે આદિવાસી (Tribal) કાર્ય મંત્રાલયે મેગા પ્લાન બનાવ્યો છે.

મંત્રાલય, તેની સ્વાયત્ત સંસ્થા નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ (NESTS) દ્વારા આ શાળાઓમાં લગભગ 3,500 શિક્ષકોને ફરીથી કાર્યરત કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ દ્વારા આ શાળાઓમાં ગુણવત્તાવાળા શિક્ષકોની પુન:સ્થાપના કરવામાં આવશે અને શૈક્ષણિક ધોરણોમાં સુધારો કરવામાં આવશે. આ સાથે 450થી વધુ નવી શાળાઓ ખોલવાની પણ યોજના છે.

મળતી માહિતી પ્રમાણે હાલ 17 રાજ્યોની એકલવ્ય આદર્શ રહેણાંક શાળાઓમાં શિક્ષકોની 3,479 જગ્યાઓ ખાલી છે. આ માટેની અરજી પ્રક્રિયા આવતા મહિનાની પ્રથમ તારીખથી એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે.

આ શાળાઓમાં આચાર્ય, નાયબ આચાર્ય, પીજીટી (PGT) અને ટીજીટી (TGT)ની 3,479 જગ્યાઓની ભરતી માટે કેન્દ્રીય કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. તે પછી સંબંધિત રાજ્યો દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવશે (ટીજીટી સિવાય).

1 એપ્રિલથી અરજીઓ, પરીક્ષા જૂનમાં યોજાશે

અરજીઓ માટે પોર્ટલ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ખુલ્લું રહેશે. આ પરીક્ષા જૂનના પહેલા અઠવાડિયામાં લેવામાં આવે તેવી સંભાવના છે. પોર્ટલની વિગતો અને છેલ્લી તારીખો માટે nta.ac.in અને tribal.nic.in ની મુલાકાત લેવા કહેવામાં આવ્યું છે.

ખુલશે નવી 452 શાળાઓ પણ

હાલની 288 શાળાઓ ઉપરાંત બદલાયેલી યોજના હેઠળ 452 નવી શાળાઓ ખોલવામાં આવશે અને આ રીતે આગામી વર્ષોમાં શાળાઓની કુલ સંખ્યા 740 થશે. તેમાંથી 100 શાળાઓ ખોલવાના રાજ્યોના પ્રસ્તાવને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ત્યાં બાંધકામ કાર્ય શરૂ થશે.

આદિવાસી (Tribal) વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો હેતુ

EMRS યોજના દેશના આદિવાસી ક્ષેત્રોમાં આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંપન્ન શિક્ષણ આપવા માટે આદિવાસી કાર્ય મંત્રાલય મુખ્ય કાર્યક્રમ છે. આ યોજના 1998માં શરૂ થઈ હતી અને ભૌગોલિક ધોરણે શાળાઓની 50 ટકા કે તેથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તીના દરેક બ્લોકમાં પ્રવેશ સુધારવા માટે વર્ષ 2018-19માં મોટા ફેરફારો થયા છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત

આ યોજના હેઠળ અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને આગામી દિવસોમાં લેવાના પગલાઓ સાથે, ઈએમઆરએસ (EMRS) ફક્ત આદિજાતિ વિસ્તારોમાં આદર્શ શાળાઓ બનશે નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણની પ્રતિષ્ઠિત સંસ્થાઓ બનશે. શિક્ષકની ક્ષમતા નિર્માણ, આચાર્યોનું નેતૃત્વ વિકાસ, શાળાઓની સીબીએસઈ (CBSE) માન્યતા, શાળાઓમાં ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ અને અટલ ટિંકરિંગ લેબ્સ, NISHTA જેવા વિવિધ વર્તમાન કાર્યક્રમો હેઠળ સંસાધનો લાવવા બાહ્ય હિસ્સેદારો સાથે ભાગીદારી દ્વારા ઘણા પગલા લેવામાં આવ્યા છે.

સંયુક્ત રીતે તમામ રાજ્યોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી

મંત્રાલયની આ મેગા યોજના મુજબ સંબંધિત રાજ્યો સાથે મળીને સંયુક્ત રીતે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી અગાઉથી કાર્યરત શાળાઓ અને આ વર્ષથી કાર્યરત શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે શિક્ષકોની માંગ પૂરી થાય.

ખાલી જગ્યાઓની ગણતરી હાલમાં નિયમિત અને એડહોક અથવા અતિથિ કર્મચારીઓ દ્વારા ભરેલા હોદ્દાને બાદ કરીને કરવામાં આવી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.