દોઢ લાખની લાંચ લેતા સેન્ટ્રલ GSTના એક મહિલા સહિત બે અધિકારી ACB ટ્રેપમાં ફસાયા છે. વેપારી સાથે સેટલમેન્ટ કરાવવા પાંચ લાખની લાંચ માંગી હતી. જો કે રકઝકના બાદ દોઢ લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં સંપર્ક કર્યો હતો અને એસીબીએ આ મામલે છટકું ગોઠવીને CGSTના જોઇન્ટ કમિશનર નીતુસીહ ત્રિપાઠી તેમજ સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં જીએસટીની ટીમ દ્વારા એક વેપારી પાસેથી ચોકકસ બાબતે કામમાં બેદરકારી દાખવવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માંગવામાં આવી હતી. ઓનલાઈન રીટેઈલ ફર્નિશિંગની કામ કરતા આ વેપારીનો ઈમ્પોર્ટ થતા માલમાં ઈમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડીટ (આઈ ટી સી ) ચુકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે સીજીએસટી સુપ્રિટેન્ડટ પ્રકાસ યસવંતભાઈ રસાણીયા અને જોઈન્ટ કમિશ્નર નીતુસીહ અનીલ ત્રિપાઠીએ રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી.

ત્યારબાદ દોઢ લાખ નક્કી કરવામાં આવ્યા હતા. જેને લઈને જે તે વેપારીએ સ્થાનિક એસીબીની કચેરીનો સંપર્ક કર્યો હતો. આ ફરીયાદના આચરે એસીબીએ કચેરીમાં જ ટ્રેપ ગોઠવી વેપારી પાસેથી દોઢ લાખની લાંચ લેતા મહિલા જોઈન્ટ કમિશ્નર અને સીજીએસટી સુપ્રિટેન્ડટ પણ પકડાયા હતા.

ACB દ્વારા શુક્રવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વેપારી લાંચની રકમ લઇને સેટેલાઇટ વિસ્તારમાં સીમા હોલની બાજુમાં આવેલ CGST ઓફિસ પહોંચ્યા હતાં. પરંતુ જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ હાજર ન હતાં. જેથી વેપારીએ નિતુસિંહને ફોન કર્યો હતો કે તેઓ નક્કી કરેલ રકમ લઇને આવી ગયા છે. નિતુસિંહે ફોન પર વેપારીને કહ્યું કે, હું કોરોનાની વેક્સિન લેવા માટે આવી છું. તમે મારા હિસ્સાના એક લાખ રૂપિયા અને સુપ્રિટેન્ડન્ટના પચાસ હજાર મળી દોઢ લાખની રકમ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયાને આપી દો. ફોન પર થયેલ વાત અનુસાર વેપારીએ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયાને દોઢ લાખ રૂપિયાની રકમ આપી હતી અને તેઓને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતાં.

ACBની રેડ બાદ અજાણ જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ ત્રિપાઠીએ સુપ્રિટેન્ડન્ટ રસાણીયાને ફોન કરીને કન્ફર્મ કર્યું કે તેમના હિસ્સાના એક લાખ રૂપિયા વેપારીએ આપી દીધાને છે ને? આમ ACBની હાજરીમાં જ નિતુસિંહનો ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી ગયો હતો.

આ મામલે એસીબી અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલ તપાસ કરવામાં આવી રહી છે અને આ બંને અધિકારીઓએ જેમણે લાંચ લીધી છે, તેમાં કોઈ અન્ય અધિકારીઓ સામેલ છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવશે. સાથો સાથ આરોપીઓનાા ઘરની તપાસ અને બેંકની માહિતી પણ ચેક કરવામાં આવશે. આ મામલો ખુબ ગંભીર હોવાથી અને ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાથી તપાસ સંપૂર્ણ રીતે કરવામાં આવશે.

ચોંકાવનારી વાત તો એ છે કે, જે રીતે ઉચ્ચ અધિકારી ઝડપાયા છે, જેથી મામલો ગંભીર બન્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.