ઇંગ્લેંડ ના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બીજી વન ડે મેચમાં ભારત સામે શતક એક રન થી ચુકી ગયો હતો. જેને લઇને તે ખૂબ નિરાશ પણ લાગ્યો હતો. આ દરમ્યાન બેન સ્ટોક્સ એ ઇંગ્લીશ ટીમ (Team England) ના ખેલાડીઓની પસંદ ને લઇને એક ખુલાસો કર્યો છે.

સ્ટોક્સ એ બતાવ્યુ હતુ કે, મેદાન પર જતા પહેલા તેની ટીમના ખેલાડીઓ ડિયોડરન્ટનો ઉપયોગ કરે છે. તે ડિયોડરન્ટ મેન્સ પ્રકારના નહી પરંતુ વુમન્સ ડિયોડરન્ટનો ઉપયોગ ખેલાડીઓ કરે છે. એટલે કે મહિલાઓ એ ઉપયોગમાં લેનારા ડિયોડરન્ટ નો ઉપયોગ ખેલાડીઓ કરે છે. તેમણે કહ્યુ કે, પુરુષ ડિયોડરન્ટ ના પ્રમાણમાં મહિલાઓ માટેના ડિયોડરન્ટ ખૂબ સારા ખૂશ્બુદાર હોય છે. બેન સ્ટોક્સ એ ભારત સામે ઇંગ્લેડની જીત માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી અને તેણે 52 બોલમાં જ 99 રનની રમેલી રમત ટીમને જીત સુધી લઇ ગઇ હતી.

બેન સ્ટોક્સએ ટોકસ્પોર્ટસ સાથે વાતચીત કરવા દરમ્યાન કહ્યુ હતુ કે, ઇંગ્લેંડના ખેલાડી મેચ રમવા માટે મેદાન એ ઉતરતા પહેલા વુમન્સ ડિયોડરન્ટ નો ઉપયોગ કરતા હોય છે. તેણે કહ્યુ કે, તેનુ કારણ પણ એ છે કે પુરુષો માટેને ડિયોડરન્ટ ની સુંગધ ના પ્રમાણમાં વુમન્સ ડિયોડરન્ટ વધુ સુગંધીદાર હોય છે. સ્ટોક્સ એ કહ્યુ હતુ કે, દાડમની સુગંધ ધરાવતા ડિયોડરન્ટ તેમનુ ફેવરેટ છે. આમ સ્ટોક્સે ઇંગ્લીશ ખેલાડીઓની પસંદગીને લઇને જબરદસ્ત વાત કહી દીધી હતી. જે હવે ફેંસમાં પણ ચર્ચાવા લાગ્યો છે.

ઇંગ્લેંડની જીતની વાત કરાવામા આવે તો બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની વિશાળ ઝડપી ભાગીદારી નોધાવી હતી. બંનેએ ટીમ ઇન્ડીયાના બોલરો પર ખૂબ રન લુટાવ્યા હતા. સ્ટોક્સ એ 52 બોલની રમત દરમ્યાન 10 છગ્ગા લગાવ્યા હતા અને ચાર ચોગ્ગા લગાવ્યા હતા. આમ ઝડપ થી 99 રન કર્યા હતા.

આ પહેલા ટોસ હારીને ટીમ ઇન્ડીયા બેટીંગ માટે મેદાને ઉતરી હતી અને 6 વિકેટ ના નુકશાન પર 336 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડીયા (Team India) તરફ થી કેએલ રાહુલે શાનદાર બેટીંગ કરતી સદી ફટકારી હતી. ઋષભ પંતે 40 બોલમાં 77 રનની ઇનીંગ રમી હતી.

અંતિમ ઓવરો દરમ્યાન હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા. આમ અંતિમ ઓવર દરમ્યાન ભારતીય બેટ્સમેનોએ આતશી રમત રમીને ચાહકોને ખુશ કરી દીધા હતા. પરંતુ મેચના પરિણામને લઇને ચાહકોએ નિરાશ રહેવુ પડ્યુ હતુ. આ સાથે જ હવે વન ડે શ્રેમી 1-1 થી બરાબર પર થઇ ચુકી હતી.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.