શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશમાં ટિપ્પણી બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ “બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ” ની વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે બાંગ્લાદેશની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી નિમિત્તે ઢાકામાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં શુક્રવારે 1971 ના યુદ્ધને યાદ કર્યું હતું.

“બાંગ્લાદેશની આઝાદી માટે મેં સત્યાગ્રહ કર્યો”

પીએમ મોદીએ કહ્યું હતું કે અહીં પાકિસ્તાન સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઘોર ગુનાઓ અને અત્યાચારની તસ્વીરો વિચલિત કરી દે છે. અને આ હાલત ભારતના લોકોને ઘણા દિવસો સુધી સુવા નહોતા દેતા. મોદીએ કહ્યું,

“બાંગ્લાદેશની આઝાદીની લડતમાં સામેલ થવું એ મારા જીવનના પહેલા આંદોલનમાંથી એક હતું. જ્યારે હું અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે હું 20-22 વર્ષનો હોઇશ.”

જયરામ રમેશ અને થરૂરે કર્યો કટાક્ષ

વડા પ્રધાનની ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. આ ટીપ્પણીને ટાંકીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું હતું કે,

“આંતરરાષ્ટ્રીય જ્ઞાન: આપણા વડા પ્રધાન બાંગ્લાદેશને ભારતીય ‘ફેક સમાચાર’નો સ્વાદ ચાખાડી રહ્યા રહ્યા છે. બાંગ્લાદેશ કોણે આઝાદ કરાવ્યો તે વાતને દરેક વ્યક્તિ જાણે છે.’

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યો કટાક્ષ

કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટીપ્પણી બાદ પીએમ પર પણ નિશાન સાધ્યું હતું અને આ સમગ્ર ઘટનાને ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ રાજનીતિક વિજ્ઞાન’ ગણાવ્યું હતું.

ભાજપનો આઈટી સેલ ઉતર્યો બચાવમાં

વિપક્ષના હુમલાઓ બાદ બચાવ માટે ભાજપના આઇટી સેલના લોકો પીએમના તરફેણમાં આવ્યા હતા. આઈટી સેલના વડા અમિત માલવીયાએ ટ્વિટ કર્યું હતું કે,

“વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશને માન્યતા આપવા માટેના જનસંઘ દ્વારા આયોજિત સત્યગ્રહનો ભાગ હતા. હા, તે તેનો ભાગ હતા.”

“જેલમાં જવાની તક પણ મળી હતી”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે “મારા જીવનની પ્રથમ ચળવળમાંની એક બાંગ્લાદેશની આઝાદીની લડત હતી. ત્યારે મેં અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કર્યો હતો. તે સમયે હું 20-22 વર્ષનો હોઇશ. બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં મારી ધરપકડ પણ થઇ હતી અને મને જેલમાં જવાની તક પણ મળી હતી. એટલે કે બાંગ્લાદેશની આઝાદીની ઝંખના એટલી જ ત્યાં હતી જેટલી અહીં હતી. ‘

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.