અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસમાં વધારો  થતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે.

એક બાજુ કોરોનાના(corona) કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. કહી શકાય કે, અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. તો અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો  થતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે.

અમદાવાદમાં 228 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હતા જે પૈકી 3 વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં 26નો ઉમેરો થયો હતો. આ સાથે જ અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 251 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તો લોકો પણ સાવચેતીના ભાગ રૂપે કોરોના ટેસ્ટિંગ કરી રહ્યા છે. તો અમદાવાદના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની વાત કરવામાં આવે તો નવા વિસ્તારમાં વસ્ત્રાલ, નારોલ, થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને ચાંદખેડાના સૌથી વધુ મકાન અને વધુ લોકોનો સમાવેશ થયો છે.

માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન નિર્ણય મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસંગતતા જોવા મળી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા નિયમ પ્રમાણે સોસાયટી અને એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાનું નક્કી કરાયું હતું. જોકે પહેલાની જેમ માત્ર કેટલાક બ્લોક કે મકાનને જ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે બોડકદેવ વિસ્તારમાં આવેલ તીર્થધામ એપાર્ટમેન્ટના 28 મકાન અને 100 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કર્યા છે.

જણાવી દઈએ કે, છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 2190 કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે અને છ લોકોનાં કોરોનાના લીધે મોત થયા હતા. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક પણ 10,000 ને પાર પહોંચી ગઇ છે.

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે.

આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.